• Gujarati News
  • National
  • છોકરીઓ જેટલા છોકરાઓ સેક્સ્યુઅલી અેબ્યુઝ થાય છે!

છોકરીઓ જેટલા છોકરાઓ સેક્સ્યુઅલી અેબ્યુઝ થાય છે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાગી જતા બાળકો જિંદગીને સરળ સમજે છે

સામાન્ય સંજોગોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરીઓ સેક્સયુઅલી એબ્યુઝ થાય છે. પરંતુ વાસ્તવિકતા જુદી છે તેમ ડો. શાબીયા સલડાના અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. આવા ભોગ બનનારા બાળકો ડ્રગ અને આલ્કોહોલના રવાડે ચડે છે. તેમજ મોટા થયા બાદ પણ તેમના સ્વભાવમાં અંગે અસર રહે છે. તેઓ કોઇને કહેતા નહીં હોવાથી મોટા થયા બાદ પણ હીન ભાવ રહે છે. તેમજ નાના બાળકોને પોતે હોમોસેક્સુઅલ થશે તેવો ડર સતાવે છે. જ્યારે દિલ્હી એમ્સના સાઇકિયાટ્રિસ્ટ ડો. રાજેશ સાગરે જણાવ્યું હતું કે ભારતમાં 18 વર્ષથી નીચેનું પોપ્યુલેશન 40 ટકા કરતાં વધુ છે . તેમજ 50 ટકા કરતા વધુ બાળકો એબ્યુઝ થાય છે. ત્યારે કેટલો મોટો પ્રશ્ન છે તે સમજી શકાય છે. બાળકોમાં આપઘાત કરવાની ભાવના આવે છે. જેથી આવા બાળકોને સમાજ અને પરિવાર સાથે કાયદાકીય તપાસ દ્વારા પણ યોગ્ય વ્યવહાર થાય તે જરૂરી છે. છોકરાઓનું શોષણ શાળા, ક્લાસ કે અન્ય સંસ્થાઓમાં થતુ હોય છે. જેથી માતા -પિતાએ બાળકેાને એકલાં મૂકવાં હોય તો પોતાની દેખરેખ અવશ્ય રાખવી.

બાળકો સિરિયલ અને ફિલ્મના હેપી એન્ડિંગ જોઇને એવું સમજે છે કે લાઇફ આવી સરળ છે. પરંતુ વાસ્તવિકતા એવી નથી. માતા -પિતા દ્વારા બાળકને સેક્સ એજ્યુકેશન આપી માહિતગાર કરવા જોઇએ જેથી તેઓ આવા સંબંધથી બંધાઇ જાય.

છોકરાઓ ડ્રગ અને આલ્કોહોલના રવાડે ચઢતા હોય છે

2007માં થયેલા સર્વે મુજબ 53 ટકા છોકરીઓ ભોગ બને છે

અન્ય સમાચારો પણ છે...