• Gujarati News
  • National
  • સ્ટુડન્ટ્સને 4 કલાઓમાં ફર્સ્ટ પ્રાઇઝ પ્રાપ્ત થયું

સ્ટુડન્ટ્સને 4 કલાઓમાં ફર્સ્ટ પ્રાઇઝ પ્રાપ્ત થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટુડન્ટ્સે ઘુમર, વિરાસત, બસંત અને ઘુમર પ્રસ્તુત કરી પ્રાઇઝ પ્રાપ્ત કર્યા હતા.

સિટી રિપોર્ટર | વડોદરા

શીમલાખાતે ગત તા. 21થી 23 જુલાઇ દરમિયાન વિશ્વ પ્રસિધ્ધ ધરોહર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેની ખાસીયત છે કે તેમાં મલ્ટી લેન્ગ્વેજીસના ડ્રામા, મલ્ટી ફોર્મ્સ ઓફ ડાન્સ અને મલ્ટી લિંગ્વલ મ્યુઝીકની કૃતિઓ રજૂ કરી શકાય છે. ફેસ્ટિવલમાં દેશભર તથા વિદેશની કલા સંસ્થાઓ તથા સ્કુલના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યુ હતું. જેમાં સિટીની નવરચના વિદ્યાની વિદ્યાલયના 24 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કરી વિવિધ કલાઓમાં અવ્વલ આવ્યા હતા. જેમાં ડાન્સ બેલેમાં ફર્સ્ટ, મોર્ડન ડાન્સમાં ફર્સ્ટ, સેમિ ક્લાસીકલ મ્યુઝીકમાં ફર્સ્ટ, ફોક સોંગમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ડાન્સમાં સ્ટુડન્ટ્સે બેલે ઓન વિરાસત, મોર્ડનમાં ટ્રીબ્યુટ ટુ માધુરી દિક્ષીત જ્યારે સેમિ ક્લાસીકલમાં બસંત તથા ફોકમાં રાજસ્થાની ઘુમર પ્રસ્તુત કર્યા હતા.જેમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યા હતા.

નવરચના વિદ્યાનીના સ્ટુડન્ટ્સે શીમલા ખાતે વિવિધ ડાન્સ અને સંગીતની પ્રસ્તુતી કરી ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યાં હતાં.

City Pride

અન્ય સમાચારો પણ છે...