• Gujarati News
  • National
  • સિટીના યુવાનોએ સંસ્કૃતના પ્રસાર માટે એક્સપર્ટ ઇનપુટ્સ આપ્યા

સિટીના યુવાનોએ સંસ્કૃતના પ્રસાર માટે એક્સપર્ટ ઇનપુટ્સ આપ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભવ્ય ભારત ગ્રૂપના સ્ટુડન્ટ્સે પ્રોગ્રામમાં ભાગ લઇ સંસ્કૃતની ઉન્નતિનો પ્રયત્ન કર્યો.

સિટી રિપોર્ટર | વડોદરા

સંસ્કૃતભાષાના પ્રચાર પ્રસાર માટે એચઆરડી મિનીસ્ટ્રી દ્વારા પ્રોગ્રામ ઓફ વિઝન એન્ડ રોડમેપ ફોર ડેવલપમેન્ટ ઓફ સંસ્કૃત શરૂ કરાયો છે. જેમાં દેશના વિવિધ ભાગોમાં સંસ્કૃતના પ્રચાર પ્રસારનું કાર્ય જાતે કરતા સ્ટુડન્ટ્સ, સંસ્થાઓ તથા શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર પ્રસાર કેવીરીતે કરવો તેના સલાહ-સૂચનો માટે બોલાવાયા હતા. જેમાં સંસ્કૃતના ડેવલપમેન્ટનો 10 વર્ષનો પ્લાન પણ ઘડવામાં આવી રહ્યો છે. જેમાં સિટીના ભવ્ય ભારતના ગ્રૂપના સભ્યો જે મૂળમાં વિવિધ ક્ષેત્રો સાથે સંક‌ળાયેલા છે તે મુંજાલ સોની, રંગમ ત્રિવેદી, ધાર્મિક પટેલ, સાગર ઠક્કર તથા પાર્થ સુરતીએ કાર્યક્રમમાં પાર્ટિસીપેટ કરી વડોદરાનું પ્રતિનિધિત્વ કરી ઇનપુટ આપી સંસ્કૃતનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

City Pride

અન્ય સમાચારો પણ છે...