UGC-નેટ માટે જાહેર નોટિફિકેશન થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | યુનિવર્સિટીગ્રાન્ટ કમિશન (UGC)ના નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટનું આયોજન વડોદરા સહિત દેશભરમાં નવેમ્બરમાં કરાશે. સીબીએસઈ દ્વારા તેનું પ્રિ-નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અંદાજે 99 વિષયમાં યુજીસી નેટ વર્ષમાં બે વખત સીબીએસઈ આયોજિત કરે છે. વર્ષમાં બીજી વખતની નેટની એક્ઝામ લેવાશે. જેનું સંપૂર્ણ નોટિફિકેશન સીબીએસઈની વેબસાઈટ પર મૂકાશે. જેમાં ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ સહિતની તમામ વિગતો જણાવાશે. સૌ પ્રથમ સ્ટુડન્ટ્સે ફોર્મ ભરી તેની ફી જમા કરાવવાની રહેશે. જ્યારે યુજીસી નેટ એક્ઝામના ફોર્મ અંગે જો કોઇ ભૂલ થાય તો તે પણ સુધારવાનો અવકાશ રહેશે.

અન્ય સમાચારો પણ છે...