સળગતી સમસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ વિશ્વમાં વર્ષ 2007 થી 12 દરમિયાન બાળકોના શારીરિક શોષણમાં 330 ટકાનો વધારો થયો છે. 150 મિલિયન ગર્લ અને 70 મિલિયન છોકરાઓ ફોર્સફુલી એબ્યુઝ થતાં હોવાની માહિતી આજે પત્રકાર પરિષદમાં શહેરના એકેડમી ઓફ પીડિએટ્રિક દ્વારા આપવામાં આવી હતી. 90 ટકા બાળકોનું પોતાના પરિચિત દ્વારા શારીરિક શોષણ થતું હોવાથી વાત દબાઇ જાય છે. પરંતુ બાળકો તેમના બદલાયેલા વર્તન દ્વારા અંગે અણસાર આપતાં હોય છે જે વાલીઓએ ધ્યાન રાખવું જોઇએ.

બાળકોનું શારીરિક શોષણ સૌથી મોટું દૂષણ છે. સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા સમાજના દરેક વર્ગમાં વકરી રહ્યું છે. ત્યારે શહેરના અેકેડમી ઓફ પીડિએટ્રિક દ્વારા એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાંં આવ્યું છે.શનિવાર અને રવિવારે શહેરમાં યોજાનાર કોન્ફરન્સમાં એનજીઓ , કલેક્ટર, પોલીસ વિભાગ , બાળ કલ્યાણ અને યુનિસેફના મેમ્બર સહિત તબીબો ભાગ લેશે. શોષણનો ભોગ બનેલાં બાળકોને એક છત્ર નીચે કઇ સારવાર આપી શકાય , તેમજ તેમનાં માતા- પિતા અને સમાજને જાગૃત કેવી રીતે કરી શકાય તે અંગે કોન્ફરન્સમાં તબીબોને માહિતગાર કરી ટ્રેઇન કરવામાં આવશે. આજે મળેલી પત્રકાર પરિષદમાં એકેડમીના પ્રમુખ ડો.સમીર શાહ અને સયાજી હોસ્પિટલના પીડિએટ્રિક વિભાગનાં ડો. ઉમા નાયક દ્વારા અંગે માહિતી આપવામાં આવી હતી.

અેકેડમી ઓફ પીડિએટ્રિક દ્વારા નેશનલ કોન્ફરન્સ યોજી વાલીઓને પણ જાગૃત કરાશે

ક્રાઇસિસ રિસ્પોન્સ સેન્ટર હોવું જોઇએ

^ મુંબઇમાં એક સેન્ટર છે જ્યાં સોશિયલ વર્કર, પોલીસ અને પીડિએટ્રિક, તેમજ અન્ય તબીબો મળી રહે તેવા સુવિધા છે. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ દરેક સરકારી દવાખાનામાં તાત્કાલિક સારવાર વિભાગ પાસે આવું એક ક્રાઇસીસ રિસ્પોન્સ સેન્ટર હોવું જોઇએ. > ડો.ઉમા નાયક, સયાજીહોસ્પિટલ

રાજ્યમાં ક્રાઇસિસ રિસ્પોન્સ સેન્ટર નથી

બાળકોના શારીરિક શોષણ બાદ તેને એક છત નીચે પોલીસ અને તમામ તબીબી સહાય મળી રહે તેવું ચાઇલ્ડ ફ્રેન્ડલી વાતાવરણવાળું ‘ક્રાઇસીસ રિસ્પોન્સ સેન્ટર રાજ્યમાં એક પણ નથી. અંગે શહેરના પીડિએટ્રિક ડોકટર અને સયાજી હોસ્પિટલના તબીબ દ્વારા પ્રયાસ હાથ ધરાશે. આગામી ટૂંક સમયમાં તાત્કાલિક સારવાર વિભાગ પાસે આવું સેન્ટર આકાર પામશે.

બાળકોના શારીરિક શોષણમાં 330 ટકાનો વધારો

અન્ય સમાચારો પણ છે...