તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દારૂ પીવાના મુદ્દે ઝઘડો થતા મિત્રે યુવકની હત્યા કરી

દારૂ પીવાના મુદ્દે ઝઘડો થતા મિત્રે યુવકની હત્યા કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાતાલુકાના અલ્હાદપુરાના યુવકની જામ્બુઆ નદીમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. વરણામા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતાં 23મીએ રાત્રે દારૂ પીવાના મુદ્દે મિત્ર સાથે ઝઘડો થતાં તેણે ચપ્પુ વડે હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વરણામા પોલીસે ગણતરીના કલાકમાં હત્યારાની ધરપકડ કરી હતી.

વડોદરા તાલુકાના અલ્હાદપુરા ગામનો 40 વર્ષીય જગદીશ રણછોડ મોચીની ગત 24મી નવેમ્બર સવારે ગામ પાસેથી પસાર થતી જામ્બુઆ નદીમાંથી લાશ મળી આવી હતી. લાશના પોસ્ટમોર્ટમમાં તેના ગળા અને છાતીના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અલ્હાપુરામાં રહેતા મિત્ર રામભાઇ ઉર્ફે રામુ પરસોત્તમ પાટણવાડિયા સાથે તેનો ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. વરણામા પોલીસની જુદી જુદી ટીમોએ તપાસ કરતા રામુ ઘર છોડી ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પૂછતાછમાં 23મીએ રાત્રે જગદીશે તેને દારૂ પીવા જવાનું કહેતા તેણે જમી લીધું હોવાથી ઇનકાર કર્યો હતો. બાબતે જગદીશે તેની સાથે ઝડઘો કર્યો હતો. બોલાચાલી ઉગ્ર થતાં રામે તેની પાસેનું ચાકૂ મારી જગદીશની હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

અલ્હાદપુરના યુવકના મોતનો ભેદ ખુલ્યો

અન્ય સમાચારો પણ છે...