તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હર્ષા ચૌહાણના અપમૃત્યુમાં પતિ સામે ગુનો દાખલ

હર્ષા ચૌહાણના અપમૃત્યુમાં પતિ સામે ગુનો દાખલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરનાખારીવાવ રોડ પર રહેતી પરિણીતા હર્ષા જગદીશ ચૌહાણે ગત 16 નવેમ્બરે સાંજે બેગોન સ્પ્રેની ઝેરી દવા પી લીધી હતી, દરમિયાન 17 નવેમ્બરે હર્ષાનું સારવાર દરમિયાન મોત થયું હતું. મરતાં પૂર્વે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હર્ષાએ મરણોત્તર નિવેદન આપ્યું હતું ,કે તેના પતિ જગદીશને સલાટવાડાની કોઇ સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેણીને મારઝૂડ કરતો હતો.ઝેરી દવા પીવા પાછળ તેનો પતિ જગદીશ અને તેની માનેલી બહેન લક્ષ્મી મહેન્દ્ર રાણા (રહે, સલાટવાડા) જવાબદાર છે. રાવપુરા પોલીસે જગદીશ ચૌહાણ અને લક્ષ્મી રાણા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...