તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મતદારો મતદાન

વડોદરા |આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મતદારો મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને રેકોર્ડ બ્રેકિંગ મતદાન થાય તે ઊદેશથી સરકારી તંત્ર તથા એનજીઓ કામે લાગ્યા છે. મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણીતંત્ર અવનવા પ્રયોગો કરી રહ્યું છે. જેમાં કેસનું ગગનચુંબી ગુબ્બારો, સોશિયલ મીડિયા, સરકારી તથા ખાનગી શાળાઓ, સરકારી તથા ખાનગી કોલેજો , તથા પ્રચાર-પ્રસાર માટે ના તમામ માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરીને મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યો છે. આજે વડોદરા આરટીઆઇ વિકાસ મંચ દ્વારા શહેરના નરહરિ સર્કલ તથા કાલાઘોડા સર્કલ મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર મતદાન જાગૃતિ પત્રિકાઓ બપોરબાદ વિતરણ કરવામાં આવ્યું. મતદાન જાગૃતિ નું સંદેશો ખાસ મોર્નિંગ વોકર્સ સુધી પહોંચાડવા માટે સવારે થી ૧૨ દરમિયાન કમાટી બાગ પાસે પત્રિકા વહેંચી ને જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવ્યું હતું. વડોદરા આર.ટી.આઈ વિકાસ મંચ ના અધ્યક્ષ અંબાલાલ પરમાર જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાં રેકોર્ડ બ્રેકિંગ મતદાન થાય તે માટે પુરજોશમાં આગામી દિવસોમાં પ્રચાર કરવામાં આવશે. અભિયાનમાં વધુને વધુ શહેરીજનો ની ભાગીદારી ને કારણે આર.ટી.આઈ વિકાસ મંચ ચૂંટણી સુધી શહેરના તમામ વિસ્તારોમાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવશે.

RTI વિકાસ મંચે હજાર લોકો સુધી મતદાનનો સંદેશો પહોંચાડ્યો

અન્ય સમાચારો પણ છે...