વેબ પેજ પર વર્ષ 2011-12ના અાંકડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીબીસ્ટાર રિપોર્ટર | વડોદરા

વડોદરાનારસ્તાઓ પર એક તરફ હજારો વાહનો વધવાને કારણે પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ રહી છે. તો બીજી તરફ મેનેજમેન્ટ માટે ઉપયોગી એવા આંકડાઓ છેલ્લા પાંચ-પાંચ વર્ષથી આરટીઓ કચેરી દ્વારા અપડેટ કરવામાં આવ્યાં નથી. તાજેતરમાં ટ્રાફિક વિભાગમાં પણ કોઇ અપડેટેડ ડેટા હોવાથી આરટીઓ દ્વારા વાહનોની સંખ્યાના ડેટા મંગાવવામાં આવ્યાં હતા.

વેબસાઇટ આરટીઓવડોદરા પર 2011-12ના ડેટા છે. મુજબ વડોદરામાં 1,44,13,717 ટ્રાન્સપોર્ટેબલ અને 1,26,35,743 જેટલા નોન ટ્રાન્સપોર્ટ વાહનો સહિત કુલ 17,77,974 વાહનો હતા. આરટીઓ સત્તાધીશો છેલ્લા કેટલાય સમયથી વેબસાઇટ અપડેશન અને સર્વરમાં યાંત્રિક ખામી હોવાનું જણાવે છે.

RTOની વેબસાઇટ પાંચ વર્ષથી અપડેટ નથી થઈ!

અન્ય સમાચારો પણ છે...