• Gujarati News
  • National
  • 5 બ્રિજના નીચેનો ભાગ કોન્ટ્રાકટરને સોપી દેવાશે

5 બ્રિજના નીચેનો ભાગ કોન્ટ્રાકટરને સોપી દેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપાંચ ફલાય ઓવરનો નીચેનો ભાગ 25 વર્ષ માટે બ્યુટીફીકેશનના નામે કોન્ટ્રાકટરને હવાલે કરવા માટે પાલિકાએ જાજમ બિછાવી છે અને તેના માટે પાલિકાઅે રૂા.4.51 કરોડની આવકનો અંદાજ મૂકયો છે.

શહેરના અમિતનગર, હરિનગર,લાલબાગ,કલાલી અને ફતેગંજ ફલાય ઓવરની નીચેના ભાગની કુલ 50 હજાર ચોરસ મીટરની જગામાં વાહનોના પાર્કિગ માટેના ઇજારાની આવક પીપીપી મોડેલથી બ્યુટીફીકેશનની કામગીરી માટે રસ ધરાવતી એજન્સીને મળે તે રીતે આખુ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં, બ્રિજ નીચે ફુડ માર્કેટ,ગેમ્સ,ફુડ સ્ટોલ્સ,ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધા રસ ધરાવતી એજન્સી પૂરી પાડશે. પાંચેય બ્રિજ માટે પાલિકાને દર વર્ષે રૂા.15 લાખની આવક મળશે.

પાલિકાનો 4.51 કરોડની આવકનો અંદાજ

25 વર્ષ માટે બ્યુટીફીકેશનના નામ તખતો

અન્ય સમાચારો પણ છે...