• Gujarati News
  • National
  • દોઢ માસ પહેલાં શહેરમાં થડ કાપીને ચોરી કરી હતી

દોઢ માસ પહેલાં શહેરમાં થડ કાપીને ચોરી કરી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદનનાં વૃક્ષો કાપીને ચોરી જતો રીઢો તસ્કર ઝડપાયો

ઝાડની રેકી કરી રાજસ્થાનથી સાગરીતોને બોલાવતો હતો

ગત 10 જૂનના રોજના રોજ રાત્રીના સમયે સરદારબાગમાંથી ચંદનના ઝાડનાં થડ તથા 16 જૂનના રોજ રાત્રે પ્રતાપગંજ વિસ્તારમાંથી ચંદનનાં ઝાડનાં થડ (કિંમત 3,92,000)ની ચોરી થઇ હતી. મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી ચંદનચોરીના ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીઓની માહિતી મેળવી હતી, જેમાં અગાઉ વડોદરામાં ચંદનનાં ઝાડનાં થડની ચોરીના ગુનામાં પકડાયેલ મુકેશ ઉર્ફે વિજય ઉંકારજી ખટીક (રહે. સુરત તથા રાજસ્થાન)ની ભૂમિકા જણાઇ આવી હતી. પોલીસે મુકેશની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે મુકેશ ઉર્ફે વિજયને રાજસ્થાન જઇને ઝડપી પાડ્યો હતો. પોલીસે મુકેશની પૂછપરછ કરતાં તેણે તેના સગા ભાઇ રાજેશ ઉર્ફે રાજુ ઉપરાંત રાજસ્થાનના અલગ અલગ ગામમાં રહેતા નાસીરખાન, રાજુખાન, ગોટુખાન, રાજુ મોગીયા સાથે મળીને ચંદનનાં ઝાડનાં થડ કાપીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.રાજસ્થાનથી ટાટા સુમોમાં આવી ચોરી કરી હોવાનું અને તેમાં પચ્ચીસો રૂપિયા નાસીરખાન તેમજ રાજુખાન તરફથી મળ્યા હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.

પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે મુકેશ અગાઉ વડોદરામાં ત્રણ વર્ષ રહ્યો હતો અને રિક્શા ચલાવતો હતો, જેથી તેની પાસે વડોદરા શહેરમાં કઈ-કઈ જગ્‍યાએ ચંદનનાં વૃક્ષો ઉછેરવામાં આવેલ છે તેની માહિતી હતી. માહિતીના આધારે તે રાજસ્થાનથી સાગરીતો સાથે વડોદરા આવી ચંદનનાં વૃક્ષ કાપી જતો રહેતો હતો.

મુકેશ સામે ચંદનચોરીના 11 ગુના નોંધાયા

પોલીસેજણાવ્યું હતું કે મુકેશ સામે 2006માં ચંદનનાં ઝાડનાં થડના ચોરીના 3 કેસ અને 2015માં આઠ કેસ નોંધાયા હતા. ચંદનચોરીમાં ઝડપાવાના કારણે ૨૦૧૫માં તેને પાસા હેઠળ પોરબંદર જેલમાં પણ ધકેલાયો હતો. પોલીસે મુકેશના અન્ય સાગરીતોની પણ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...