• Gujarati News
  • National
  • સિટીની સૌમ્યાએ ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું

સિટીની સૌમ્યાએ ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

વડોદરાનીટેનિસ પ્લેયર સૌમ્યા વિગે થાઇલેન્ડના હાઉવિનમાં ચાલી રહેલી આઈટીએફ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. રેન્કિંગના આધારે ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવી શકાય છે ત્યારે વડોદરાની 22 વર્ષીય ખેલાડી સૌમ્યાના ઇન્ડિયા લેવલ પર હાઇ રેકિંગ હોવાથી તેની થાઇલેન્ડમાં 3 ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે પસંદગી થવા પામી હતી. સિંગલ્સ ઇવેન્ટમાં સૌમ્યાનો રેન્ક ટોપ-40માં છે જ્યારે ડબલ્સમાં સૌમ્યાનો સમાવેશ ટોપ-30માં થાય છે. બાલભવન ખાતે દર્શન અને વંદન મહેતાના માર્ગદર્શન હેઠળ 8 વર્ષથી ટ્રેનિંગ લઈ રહેલી સૌમ્યાએ વર્ષે 7 નેશનલ ટાઇટલ્સ જીત્યા છે. અગાઉ સૌમ્યાએ સ્કૂલ સમય દરમિયાન એસજીએફઆઈ ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે રાજ્ય સરકાર તરફથી મળતો સરદાર પટેલ એવોર્ડ પણ સૌમ્યાએ પ્રાપ્ત કર્યો છે. સૌમ્યા રોજના 6 કલાક જેટલો સમય ટેનિસ પ્રેક્ટિસ માટે ફાળવે છે. સૌમ્યાના માતા-પિતા પણ તેણીને ટેનિસમાં આગળ વધારવા માટે ઘણો સપોર્ટ કરી રહ્યા છે.

Tennis Tournament