- Gujarati News
- National
- વડોદરા પૂ.મહાત્માગાંધીજીના જન્મદિન નિમિત્તે સરદાર ભવન, જ્યુબિલિબાગ પાસે ગાંધી પ્રદર્શન,
વડોદરા પૂ.મહાત્માગાંધીજીના જન્મદિન નિમિત્તે સરદાર ભવન, જ્યુબિલિબાગ પાસે ગાંધી પ્રદર્શન,
વડોદરા પૂ.મહાત્માગાંધીજીના જન્મદિન નિમિત્તે સરદાર ભવન, જ્યુબિલિબાગ પાસે ગાંધી પ્રદર્શન, ગાંધી ગીતો અને રેંટીયા કાંતણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.2,ઓક્ટોબરને સોમવારના રોજ સવારે 10.00 કલાકે સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવશે. જ્યુબિલિબાગ પાસે આવેલ સરદાર ભવન,રાવપુરા ખાતે મહાત્મા ગાંધી પ્રદર્શન, ગાંધી ગીતો તેમજ રેંટીયો ચલાવવાના કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પ્રસંગે સર્વોદય કાર્યકર પુંજાભાઇ પટેલ, બળદેવભાઇ બારોટ, ડો.વિનાયકરાવ મોરે રેંટીયા કાંતણનું નિદર્શન કરશે. ગાંધી પ્રદર્શન જાહેર જનતા માટે યોજાશે. પ્રદર્શનમાં દરેકને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
ગાંધી જયંતીએ સરદાર ભવન ખાતે રેંટીયા કાંતણ સ્પર્ધાનું આયોજન