વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં 39407 મતદારો નોંધાયા
વિદ્યાર્થ સંઘની ચૂટણી માટે કુલ 93 બૂથ ઉભા કરાશે
મ.સ.યુનિ.ની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં સામાન્ય રીતે દર વર્ષે 36 થી 37 હજાર વિદ્યાર્થીઓ મતદાર યાદીમાં નોંધાતા હતા. વર્ષે વિદ્યાર્થી સંઘની ચૂંટણી નિયત સમય કરતાં મોડી યોજાઇ રહી છે અને વર્ષે 39407 મતદારો નોંધાયા છે. જુદી જુદી 17 કોલેજ તથા ફેકલ્ટીઓમાં 93 મતદાન મથક ઉભાં કરવામાં આવશે. ઉપરાંત 40 જેટલાં મતગણતરી મથકો પણ ઊભાં કરવામાં આવનાર છે. ચૂંટણી માટે કુલ 268 બેલેટ બોક્સ તૈયાર કરાશે.
જીએસ તથા વીપીના પદ માટે 7-7 ફોર્મ સ્વીકારાયાં હતાં, જે પૈકી જીએસના 2,વીપીના 4 ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચતા જીએસ પદ માટે 5 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે અને વીપી પદ માટે ત્રિકોણીય જંગ થાય એવી સ્થિતિ છે. એબીવીપી, એનએસયુઆઇ તથા હેપ્પી ક્લબની પેનલો ટકરાશે તથા જીએસ માટે પૂર્વ વીપી પ્રિયંકા પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે.
હેપ્પી ક્લબ દ્વારા 3 પદો પર પેનલની જાહેરાત કરાઇ
આર્ટ્સ ફેકલ્ટીમાં ઉમેદવારનું નિક નેમ હટાવવા મુદ્દે વિવાદ
હેપ્પી ક્લબ દ્વારા પણ આજે પોતાની પેનલ જાહેર કરી હતી. જેમાં યુજીએસના પદ માટે હર્ષિલ મિસ્ત્રી, વીપીના પદ માટે ઐશ્વર્યા માયાવંશી તથા કોમર્સના એફજીએસના પદ માટે હરીષ ભરવાડનાં નામની જાહેરાત કરી હતી. એબીવીપી તથા એનએસયુઆઇની સંપૂર્ણ પેનલ સામે હેપ્પી ક્લબે પણ પોતાની સંપૂર્ણ પેનલ મેદાનમાં ઉતારી હતી. હેપ્પી ક્લબ દ્વારા 3 પદો પર પેનલની જાહેરાત સાથે ક્લબના અન્ય સંગઠનો સાથે ગઠબંધનની અટકળોનો છેદ ઉડી ગયો.
વસાવા રાજેન્દ્રકુમાર ભાઇલાલભાઇએ એફજીએસના પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને ફોર્મમાં પોતાના નિકનેમ તરીકે જે.પી. રાખ્યું હતું. ફેકલ્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી ત્યારે નિકનેમ રાખ્યું હતું. પરંતુ, હવે નવી યાદીમાં નિકનેમ હટાવી દેવાયું છે. જેના સંદર્ભે વિદ્યાર્થી સંગઠનોના આગેવાનો આર્ટ્સ ફેકલ્ટીના રિટર્નિંગ ઓફિસરને મળવા પહોંચ્યા હતા. એબીવીપીના આગેવાનોના દબાણ હેઠળ નિક નેમ હટાવી દેવાયું હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.
આર્ટ્સમાં ABVPએ નવો ઉમેદવાર જાહેર કર્યો
કોમર્સ ફેકલ્ટી FGSમાં 4 ઉમેદવારી પત્રકો પાછાં ખેંચાયાં
વર્ષે યુનિ.ની માત્ર ફેકલ્ટીમાં એફજીએસની ચૂંટણી યોજાશે
જૂથ અથડામણના પગલે ભયનો માહોલ
FGSનું એક પણ ઉમેદવારી પત્રક ના ભરાયું
મારામારીની ઘટના બાદ FGSના ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું
વીપી માટે ત્રિકોણીય જંગ, જીએસ પદ માટે પાંચ ઉમેદવારો વચ્ચે યુનિવર્સટીમાં મુકાબલો
ચૂંટણીના ફોર્મ પાછાં ખેંચાયા બાદ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાઇ
ભાનુશાલી દર્શન અશોકભાઇ (એનએસયુઆઇ)
મિસ્ત્રીહર્ષિલ રશ્મીકાંત (હેપ્પીક્લબ)
પટેલપ્રિયંકાબેન અશ્વિનભાઇ (જયહો)
રાજાવતહેમેન્દ્ર મહેન્દ્ર
શ્રીવાસ્તવ રોનક રાજેશકુમાર (એબીવીપી)
કુમારી ભાવના મોહન (એનએસયુઆઇ)
માયાવંશીઐશ્વર્યા સુરેશભાઇ (હેપ્પીક્લબ)
મહેતારતિ શૈલેષ (એબીવીપી)
જીએસનાં ઉમેદવારો
વીપીનાં ઉમેદવારો