તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ~7 લાખની લૂંટ કેસમાં શખ્સના જામીન નામંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

~7 લાખની લૂંટ કેસમાં શખ્સના જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોરવાવિસ્તારમાં હરિઓમ પગરખા પાસે રૂા.7 લાખની લૂંટ ચલાવવાના બનાવમાં સંડોવાયેલા શખ્સે અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, છાણી વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એમઝોન ઇન્ડિયા કંપનીની ઓફિસે કેશ કલેક્શન માટે રેડિયન્ટ એજન્સીને કામ સોંપેલું હતું અને કંપનીના સિનિયર કર્મચારી વિજયસિંહ વજેસિંહ રાજપૂત ગત તા. 23મી માર્ચના રોજ રાતે 10 વાગ્યાની આસપાસ એમઝોન કંપનીની રૂપિયા 7 લાખની રોકડ રકમ બેન્કમાં જમા કરાવવા માટે ગોરવા વિસ્તારમાંથી પસાર થતાં કેનેરા બેન્ક નજીક રાતે 11 વાગ્યાની આસપાસ બે શખ્સોએ બાઇક ઉપર આવી વિજય રાજપૂતની ગાડી ઊભી રાખી હતી.

ગાડી ઊભી રાખતાં અન્ય બે શખ્સો દોડી આવ્યા અને ગાડીના કાચ તોડી કારમાં બેસેલા વિજય પર હુમલો કરતાં વિજય નીચે પડી ગયો હતો અને ગાડીમાં પડેલા રૂપિયા 7 લાખની રોકડ રકમ ઉપાડી ચારે લૂંટારુ ફરાર થઇ ગયા હતા. સમગ્ર બનાવ ઘટના સ્થળની નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે પોલીસે બનાવમાં મોહસીન ઐયુબશા દીવાનની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ મોહસીને જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

ગોરવામાં લૂંટ ચલાવવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો