તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અકોટા રામપુરામાં નજીવી બાબતે યુવક પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકોટા રામપુરામાં નજીવી બાબતે યુવક પર હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અકોટારામપુરા સ્થિત વુડાના મકાનમાં શનિવારે રાત્રે નજીવી બાબતે ઝઘડો થતાં 6 શખ્સોએ તલવાર અને ચાકૂ વડે હુમલો કરતાં યુવકને ઇજા પહોંચી હતી. ગોત્રી પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અકોટા રામપુરા સ્થિત વુડાના મકાનમાં રહેતા મહંમદ નાઝીમ નજીર શેખ શનિવારે રાત્રે 11:30 વાગ્યાના સુમારે વિસ્તારમાં આવેલા મંદિર પાસે ઉભો હતો ત્યારે સ્થાનિક અક્ષય, અર્જુન, વિક્કી, હિમાંશુ અને બીજા 2 શખ્સોએ એક સંપ થઇ તલવાર અને ચાકૂ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના અંગે ઇજાગ્રસ્ત ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે 6 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

6 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો