તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • RTO ખાતે વાહનોના ચેકિંગ માટે ફિટનેસ સેન્ટર બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTO ખાતે વાહનોના ચેકિંગ માટે ફિટનેસ સેન્ટર બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરમાંકોમર્શિયલ વાહનો માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું અનિવાર્ય હોય છે. જે હાલ વડોદરા આરટીઓ દ્વારા મેન્યુઅલ ચેકિંગ કરાય છે. આરટીઓ દ્વારા ટેસ્ટ કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા નકશો તૈયાર કરવા કવાયત હાથ ધરાઈ છે. જે અંગે આરટીઓ વિભાગ પાસે કર્મચારીઓની જરૂરીયાત અંગે પૃચ્છા કરાઈ છે.

આરટીઓ કચેરી આધુનિક બનાવવા રાજ્ય સરકાર દ્વારા કેટલાંક શહેરોની પસંદગી કરવામાં આવી છે. સુરત બાદ હવે વડોદરામાં અંદાજે એક લાખ સ્ક્વેર ફીટ જગ્યામાં બિલ્ડિંગ બનવા જઇ રહ્યું છે. જે હાલની આરટીઓ કચેરી સામેની જગ્યામાં બનશે. જે અંગે અંદાજે 6 મહિના અગાઉ જગ્યા પસંદ કરાઈ હતી. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી. હવે તેનો નકશો બનાવવા કવાયત હાથ ધરાઈ છે. અંદાજે બે માળનું બિલ્ડિંગ બનશે. સૂત્રો મુજબ તેમાં કમ્યૂટર સિસ્ટમથી તમામ કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટિંગ થશે. જે અંગે કેટલો સ્ટાફ જોઇએ તે જાણ નથી. પરંતુ બિલ્ડિંગ બન્યા બાદ સરકાર ખાનગી એજન્સીને કામ સોંપે તેવું જાણવા મળ્યું હતું. કોમર્શિયલ વાહનો માટે બ્રેક, એન્જિન અને લાઇટ સહિતનું ચેકિંગ કરવામાં આવે છે.

RNB વિભાગે ડેટા મંગાવ્યા છે

^સરકારનાઆરએનબી વિભાગ દ્વારા માહિતી મંગાવવામાં આવી છે. કેટલા કર્મચારી જોઇએ અને બિલ્ડિંગમાં કેવી સવલતો જોઇએ તે અંગે માહિતા મંગાવી છે. તેઓ બિલ્ડિંગ બનાવવા નકશો તૈયાર કરવાના છે. > ડી.એમ.રાવ,આરટીઓઅધિકારી

1 લાખ સ્કવેરફીટમાં બિલ્ડિંગ બનશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો