તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા બગીચાઓનું શહેર બનશે વધુ ત્રણ બગીચાઓની ભેટ મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા બગીચાઓનું શહેર બનશે વધુ ત્રણ બગીચાઓની ભેટ મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગરીવડોદરાના નાગરિકોને સેવાસદન તરફથી આગામી ત્રણ મહિનામાં વધુ ત્રણ બગીચાની ભેટ મળશે અને તેની સાથે કુલ બગીચાનો આંકડો 89 પર પહોંચશે.

સેવાસદનના ચોપડે આજવા નિમેટા સહિત 86 બાગ બગીચા આવેલા છે. જેમાં કમાટીબાગનો પણ સમાવેશ થાય છે. શહેરના દરેક વિસ્તારમાં રમણીય બગીચાની ભેટ મળે તે માટેના આયોજનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં વહીવટી વોર્ડનં 1માં 1,વોર્ડનં 2માં 6,વોર્ડનં 3માં 6,વોર્ડનં 4માં સૌથી વધુ 16,વોર્ડનં 5માં 7,વોર્ડનં 6માં 7,વોર્ડનં 7માં 9,વોર્ડનં 8માં 8,વોર્ડનં 9માં 4, વોર્ડનં 10માં 12,વોર્ડનં 11માં 4 અને વોર્ડનં 12માં 3 બગીચાનો સમાવેશ થાય છે.

બગીચા માત્ર બેઠક પૂરતા નહીં પણ મોર્નિગ-ઇવનીંગવોકનુ સ્થળ બની રહે તેમજ ઓપન જીમનો લ્હાવો નાગરિકોને બને તે રીતે બગીચામાં સાધન સામગ્રી મૂકવામાં આવી રહી છે. શહેરના સિમાડા વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખી સેવાસદન બાગ બગીચાનું આયોજન કરી રહ્યુ છે.

સેવાસદન હાલમાં એકસાથે ત્રણ બગીચાની કામગીરી કરી રહ્યું છે. જેમાં સન ફાર્માથી તાંદલજા તરફ જવાના માર્ગે, સયાજીપુરામાં ટાંકી પાસેે અને છાણી ગામમાં સહકારી બેન્કની પાછળના પ્લોટ પર બગીચો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્રણેય વિસ્તારની મળી કુલ 35 હજાર વસતીને નવા બગીચાનો લાભ માટે હવે માત્ર ત્રણ મહિનાની રાહ જોવી પડશે.

સેવાસદનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના નેજા હેઠળ ત્રણેય બગીચો બનાવવાની કામગીરી ચાલી રહી છે અને હાલમાં હજુ સિવીલ વર્ક પૂરુ થયુ છે. જેથી બીજા તબક્કામાં પ્લાન્ટેશન, બેઠક વ્યવસ્થા, વોક વે, ઓપન જીમની કામગીરી હાથ પર લેવાશે. કામગીરી દિવાળી પૂર્વે પૂરી કરવાનો લક્ષ્યાંક છે અને દિવાળી ટાણે સયાજીપુરા,છાણી અને તાંદલજાના રહીશોને નવા બગીચાની ભેટ મળશે.

છાણી,સયાજીપુરા અને તાંદલજા રોડ પર કામગીરીનો પ્રારંભ

બીજા તબક્કામાં પ્લાન્ટેશન સહિતની કામગીરી હાથ પર લેવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો