તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવયુગ સ્કૂલમાંથી ગુમ થઈ ગઈ હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નારી સંરક્ષણ ગૃહની 7 વર્ષની બાળકી ફતેગંજ પાસેથી મળી

ફતેગંજનીનવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતી નારી સંરક્ષણ ગૃહની 7 વર્ષીય બાળકી ગુમ થયા બાદ મોડી રાત્રે રિક્ષાચાલકે જાણ કરતા સયાજીગંજ પોલીસને ફતેગંજ સર્કલ પાસેથી મળી આવી હતી.

ગોરવા પોલીસને ગત 25 માર્ચ 2016ના રોજ 7 વર્ષીય મિસિંગ બાળકી મળી આવી હતી. તેના વાલીનો કોઇ પત્તો નહિ મળતાં તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી. બાળકીને છેલ્લા 10 દિવસથી નવયુગ સ્કુલમાં ધો.1 માં અભ્યાસાર્થે મૂકી હતી. ગત શનિવારે સવારે 7 વાગે વિદ્યાર્થિની સ્કૂલમાં ગયા બાદ રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી. નારી સંરક્ષણ ગૃહના સુપ્રિટેન્ડન્ટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતાં પીઆઇ એ.વી. પરમારે શોધખોળ હાથ ધરી હતી.

પીઆઇ પરમારે જણાવ્યું હતું કે મોડી રાત્રે 3 વાગે રિક્ષા ચાલકે જાણ કરતાં વિદ્યાર્થિની ફતેગંજ સર્કલથી નટુભાઇ ટાવર તરફ જવાના રોડ પરથી મળી હતી. ફોટોના આધારે તેની ઓળખ થઇ હતી. પૂછતાછ કરતાં વિદ્યાર્થિની વાનમાં બેસવાના સ્થાને ચાલતા- ચાલતા નીકળી ગઇ હોવાથી ગુમ થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો