તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દૂષિત પાણીથી ઈજનેરને લાફો માર્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂષિત પાણીથી ઈજનેરને લાફો માર્યો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકોનો રોષ જોતાં વાડીમાં

ટેન્કરથી શુધ્ધ પાણી અપાયું

શહેરનાવાડી રંગમહાલ વિસ્તારમાં દુષિત પાણી માટે ત્રસ્ત રહીશોએ સેવાસદનના આસીસ્ટંટ ઇજનેર પર હુમલો કરી લાફો મારવાના પ્રકરણના 24 કલાકમાં રહીશોને શુધ્ધ પાણીની ટેન્કર મળી હતી.

શહેરના વાડી રંગમહાલ સહિતના વિસ્તારમાં દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું હતું. મામલે ચાર દિવસ અગાઉ સ્થળ વિઝિટ કરનાર મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવ, મેયર ભરત ડાંગર પાસે સ્થાનિક રહીશોએ વેદના પણ ઠાલવી હતી. રજૂઆતના પગલે મ્યુ.કમિશનરે સમસ્યાના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર સૂચના આપી હતી. જેના પગલે, વાડી રંગમહાલ,ખેડકર ફળિયા,ગોડગસ્તેના ખાંચા સહિતના ભાગમાં પાણીની લાઇન ખોલીને કામગીરી કરવામાં આવી રહી હતી

દૂષિત પાણીના કકળાટથી ત્રસ્ત થયેલા નાગરિકોએ સ્મિતેશ પટેલને તમે વ્યવસ્થિત કામ કરતા નથી તેમ જણાવીને ઉશ્કેરાયેલા શખ્સોએ સ્મિતેશ પટેલને લાફો પણ ઝીંકી દીધો હતો. જેથી, આસિસ્ટંટ ઇજનેર સ્મિતેશ પટેલે મામલે પાણીગેટ પોલીસને જાણ કરતાં પોલીસે ત્રણેય શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે, વાડી રંગમહાલ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો હતો અને સ્થાનિક રહીશોને વધુ હેરાનગતિ ભોગવવી ના પડે તે માટે સેવાસદનના પાણી પુરવઠા વિભાગે ત્યાં પાણીની ટેન્કર મોકલી આપી હતી. એટલું નહીં, સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી પાણીની ટેન્કર પહોંચતી કરવામાં આવનાર છે.

વાડી રંગમહાલ વિસ્તારમાં ડહોળુ અને ગંદુ પાણી આવતાં પાણીની ટેંકર ફેરવવાનું શરુ કરાતાં લાેકો પાણી લેવા પડાપડી કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો