તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાજપ અગ્રણી કિરણ ચૌહાણ ~2.25 કરોડની લૂંટનો સૂત્રધાર

ભાજપ અગ્રણી કિરણ ચૌહાણ ~2.25 કરોડની લૂંટનો સૂત્રધાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિક્કીએ સમજાવટથી રૂપિયા નહિ આપતા દિવસ બાદ ફરિયાદ

રૂા.2.25 કરોડની સનસનાટીભરી લૂંટનો સૂત્રધાર ભાજપનો અગ્રણી કિરણ ચૌહાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનો ખજાનચી કિરણ સ્કોર્પીઓ કારમાં ધસી જઇ ક્રાઇમ બ્રાન્ચના પીઅાઇ તરીકેને ઓળખ આપી હતી. તેણે બિલ્ડરના કર્મચારીને છરો બતાવી રૂા. 50 લાખ લૂંટી લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ભાજપના કોર્પોરેટર વિજય પવારનો ભાઇ વૈકુંઠ પવાર ઉર્ફે દબંગ રોકડા રૂા. 31 લાખ સાથે પકડાતા પોલીસે તેની અટકાયત કરી હતી. રૂપિયા જમીન દલાલ મિત્ર રાકેશે તેના સગાસંબંધી અને પરિચિતો પાસેથી લઇ બેંક ખાતામાં જમા કરવા આપ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે, ઇન્કમટેક્સ વિભાગે સીઝ કરેલા રૂપિયાને તેમની મંજૂરી વગર નહિ આપવા સીઝ લેટર આપ્યો હતો.

ભાજપના કોર્પોરેટરના ભાઇ બાદ વધુ એક ભાજપના અગ્રણીની રૂા. 500-1000ની બંધ થયેલી નોટની લૂંટમાં સંડોવણી બહાર આવી છે. ભરૂચના બિલ્ડરના કર્મચારી અને તેમનો મિત્ર રૂા. 2.25 કરોડને એક્સચેન્જ કરાવવા માટે આવતા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનો ખજાનચી અને સાપ્તાહિક ન્યૂઝ પેપર ચલાવતો કિરણ ચૌહાણે ત્રણ કારમાં સાગરિતો સાથે જઇ ક્રાઇમ બ્રાન્ચના પીઅાઇ તરીકે ઓળખ આપી છરો બતાવી બિલ્ડરના કર્મચારી સંજય પાસેથી રૂા. 50 લાખની નોટોના બંડલો બીજા થેલામાં મૂકાવ્યા હતાં. ભાજપના ચિન્હ સાથેની કિરણની સ્કોર્પીઓ કારમાં એક મહિલા પણ બેઠેલી હતી. ત્યારબાદ વિશાલ ઉર્ફે વિક્કી કહાર તેમને વાઘોડિયા પોલીસ સ્ટેશન બાદ વાઘોડિયા ચાેકડી પર લઇ જઇ માર માર્યો હતો અને તેની પાસેની રિવોલ્વરમાંથી માથામાં ગોળી મારવાની ધમકી આપી બાકીના રૂા. 1.75 કરોડ પણ લૂંટી લીધા હતાં.

વિશાલ - કિરણને દબંગ જેવો શોખ

~31લાખ સાથે પકડાયેલા વૈકુંઠ પવાર ઉર્ફે દબંગને હોર્ડિંગ્સમાં છવાઇ જવાનો શોખ છે. તેની જેમ સાપ્તાહિકો ચલાવતા વિશાલ ઉર્ફે વિક્કી કહારને પણ હોર્ડિંગ્સનો અભરખો છે. તાજેતરમાં તાલુકા પોલીસ સ્ટેશનની સામે હોર્ડિંગ્સ લાગેલું હતું. ભાજપના હોદ્દેદાર કિરણ ચૌહાણને નેતાઓ સાથે ફોટાના સોશિયલ મીડિયા પર મૂકવાનો શોખ છેે. રૂા. 2.25 કરોડની લૂંટમાં કિરણનું નામ બહાર આવતા ધારાસભ્ય મનીષાબહેન વકીલ, પૂર્વ સાંસદ બાળુ શુક્લ, મેયર ભરત ડાંગર સાથેના તેના ફોટા વાયરલ થયા હતાં.

વિક્કીએ સંજયને છરો બતાવી રોડ પર દોડાવ્યો

કિરણચૌહાણ તેની સ્કોર્પીઓ કાર લઇ જતો રહ્યા બાદ વિશાલ સંજય અને રાકેશને લઇ વાઘોડિયાથી નીકળ્યો હતો. તેણે થોડા અંતરે કાર ઉભી રાખી સંજયને માચીસ લઇ આવવા કહ્યું હતું. સંજય માચીસ લાવતા વિશાલ ઉર્ફે વિક્કીએ સિગારેટ સળગાવી તેના કસ ખેંચ્યા હતાં અને પૂરઝડપે કાર દોડાવી વાઘોડિયા બ્રિજ નીચે લાવ્યો હતો. ત્યાંથી કાર હોટલ રામદેવ નજીક ઉભી રાખી સંજયને બતાવી પતાવી દઉં તેમ કહી રીતસરનો રસ્તા પર દોડાવ્યો હતો.

નવસારીની સોનલ પણ ટોળકીમાં સામેલ હતી

ટોળકીમાંનવસારીની સોનલ હોવાનું ભોગ બનનારે પોલીસને જણાવ્યું છે. સોનલ નવસારીથી કાર લઇને વડોદરા આવે છે. સાપ્તાહિક પેપર ચલાવતા વિશાલ અને કિરણ ચૌહાણની સાથે મળી સોનલ પૈસા પડાવવાનો ગોરખધંધો કરતી હોવાની પોલીસને વિગતો મળતાં તપાસ શરૂ કરાઇ છે. સોનલ ઉપરાંત અમદાવાદ તેમજ વડોદરાની 2 થી 3 મહિલા પત્રકાર હોવાનો ડોળ કરી સસ્તા અનાજની દુકાનો તેમજ બૂટલેગરોને ટાર્ગેટ બનાવતી હતી.

દબંગના 31 લાખનું કનેક્શન છે કે કેમ?

વૈકુંઠપવાર ઉર્ફે દબંગ પાસેના રૂા. 31 લાખ અને રૂા. 2.25 કરોડની લૂંટ વચ્ચે કોઇ કનેકશન છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી છે. વૈકુંઠ સાપ્તાહિક પેપર ચલાવે છે જ્યારે લૂંટમાં સંડોવાયેલા વિશાલ ઉર્ફે વિક્કી કહાર અને કિરણ ચૌહાણ પણ સાપ્તાહિક પેપર ચલાવે છે.

કાળું નાણું છે કે કેમ તેની તપાસ માટે આઈટી વિભાગને જાણ કરાઈ

તો ચરસી છે, પાઉડરના પૈસા છે, કાળુ નાણું છે તેમ કહી રોફ જમાવ્યો

કમિશન માટે કાકલૂદી કરતા વિક્કી કહારે નાણા જોઇ રિવોલ્વર બતાવી

રૂા.500 અને 1000ની બંધ થયેલી નોટને બદલવા માટે વિશાલ ઉર્ફે વિક્કી કહારે બિલ્ડર અને તેના મિત્ર રાકેશને વિશ્વાસ અપાવ્યો હતો. પોલીસ સૂત્રો અનુસાર, શરૂઆતમાં રૂપિયા એક્સચેન્જ કરવા માટે 20 ટકાના કમિશનની વાત ચાલી હતી. જોકે, રૂા. 2.25 કરોડને એક્સચેન્જ કરાવવાની વાત થતાં વિક્કીઅે કમિશન સમજીને આપજો તેમ કહ્યું હતું. પીઆઇ એ.વી. પરમારે કેટલા ટકા કમિશનની વાત થઇ હતી તે તપાસમાં બહાર આવશે તેમ જણાવ્યું હતું. એક તબકકે કમિશન માટે કાકલૂદી કરતા વિક્કીએ નાણા જોઇને રંગ બદલ્યો હતો. તેને રિવોલ્વર તાકીને માથામાં ગોળી મારી દેવાની ધમકી આપી હતી.

વિક્કી વિરુદ્ધ અગાઉ ગુનો નોંધાયો હતો

વિક્કીકહાર સહિત 6 શખ્સો વિરૂદ્ધ ગત 16 જૂને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વિક્કી બાદશાહ નગર પાસે આવેલી મહેન્દ્ર ઝાલાની રેશનિંગની દુકાને તેના સાગરિતો સાથે ધસી ગયો હતો. વેપારી પપ્પુ સોહનલાલ ખટીક ટેન્કરમાંથી કેરોસીન કાઢતો હતો ત્યારે વિક્કી અને તેના સાગરિતો ફોટા પાડી વીડિયો શુટિંગ ઉતારતા હતાં. ત્યારબાદ વેપારીને માર મારી ધંધો નહિ કરવા દઇએ તેવી ધમકી આપી રૂા. 50,000ની ખંડણી માગી હતી તેમજ કેરોસીનના રૂા. 17000 લઇ ગયા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિક્કીએ ખાતરી કરી સંજય-રાકેશને કારમાં બેસાડ્યા

બિલ્ડરસહિત 3 જણ તેમની હોન્ડા સિટી કારમાં વાઘોડિયા ચોકડી નજીક ઉભા હતા ત્યારે વિશાલ ઉર્ફે વિક્કીએ રાકેશના મોબાઇલ પર કોલ કરી કઇ કારમાં બેઠા છે તેમ પૂછ્યું હતું. સમયે અન્ય બે કાર સર્વિસ રોડ પર ઉભી હતી ત્યારે કાર બાબતે ઇન્કવાયરી કરી હતી. અમે ત્રણ જણ છે તેવું કહેતા વિશાલે નંબર વગરની સફેદ કારમાં બે ચક્કર મારી વધુ કોઇ માણસો નથી ને તેવી ખાતરી કરી હતી. ત્યારબાદ તેમની કાર પાસે જઇ મીલીન શાહ સાથે ઓળખાણ કરી સંજય અને રાકેશને તેની કારમાં બેસાડી લઇ ગયો હતો .

વિશાલ ઉર્ફે વિકી કહાર

િકરણ ચૌહાણ

વિશાલ ઉર્ફે વિક્કી કહારે વાઘોડિયા ચાેકડી પર લઇ જઇ બંનેને માર માર્યો

કિરણેે ક્રાઇમ બ્રાન્ચનો પીઆઇ બની બિલ્ડરના મિત્ર- કર્મચારીને ધમકાવ્યા

અન્ય સમાચારો પણ છે...