તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં 300 યુનિટ કરતાં વધારે પ્લેટલેટ્સની ડિમાન્ડ

શહેરમાં 300 યુનિટ કરતાં વધારે પ્લેટલેટ્સની ડિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતા પુત્રને એકસાથે ડેન્ગ્યુ: પ્લેટલેટ્સ માટે દોડધામ

શહેરમાંડેન્ગ્યુનો કહેર વધતાં પ્લેટલેટની ડિમાંડમાં વધારો નોંધાયો છે. પ્લેટલેટ કાઢવાનું મશીન લેવા રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. ત્યારે શહેરમાં વિવિધ લેબમાંથી પ્લેટલેટના મહિને અંદાજે 300 યુનિટની ડિમાંડ રહેતી હોવાનું જણાયું છે. ગત વર્ષે ડિસેમ્બર સુધીમાં માત્ર 308 કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા.જ્યારે વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આંકડો 446 સુધી પહોંચતાં ડેન્ગ્યુની સ્થિતિ ભયાનક હોવાનું તબીબોએ જણાવ્યું હતું .અગાઉ બે દિવસમાં દર્દીને રજા આપવામાં આવતી હતી. હવે સાત દિવસ દર્દીને હોસ્પિટલમાં રાખવા પડે છે. તેમજ પ્લેટલેટ ચઢાવવા મોટા ભાગના કેસમાં જરૂરી બને છે.

પ્લેટલેટ બે પ્રકારના હોય છે.એક પ્લેટલેટ કોન્સન્ટ્રેટેડ અને બીજો સિંગલ ડોનર પ્લેટલેટ. સિંગલ ડોનર પ્લેટલેટ એક રક્તદાતા દ્વારા અપાયેલા રકતમાંથી અંદાજે 350થી 450 મિ.લિ.માંથી માત્ર 60થી 70 મિ.લિ.પ્લેટલેટ નીકળે છે. જે દર્દીને ઘણા યુનિટ ચઢાવવા પડે છે. એક યુનિટથી 2થી3 હજાર પ્લેટલેટ વધે છે. એક યુનિટના રૂ.400 ચાર્જ થાય છે. જ્યારે બીજા સિંગલ ડોનર પ્લેટલેટ હોય છે. જે એક વ્યક્તિમાંથી લેવામાં આવે છે. સશક્ત વ્યક્તિમાં 5થી 6 લિટર બ્લડ હોય છે. પ્લેટલેટ માટે 2.5 લિટર બ્લડની જરૂર પડે છે. જે બ્લડ કાઢવામાં આવતું નથી. પરંતુ પ્લેટલેટ આપનાર વ્યક્તિમાં પાછુ ચઢાવવામાં આવે છે. દાતાને એક મશીન સાથે કનેક્ટટ કરવામાં આવે છે. તેના બ્લડમાંથી પ્લેટલેટ છૂટા પાડી સંગ્રહ કરવામાં આવે છે. એક યુનિટથી અંદાજે 300 મિ.લિ.પ્લેટલેટ મળે છે. સમગ્ર પ્રક્રિયા દોઢથી બે કલાકની હોય છે. એક યુનિટથી 30થી 40 હજાર પ્લેટલેટ વધે છે. એક કે બે યુનિટ પ્લેટલેટ દર્દી માટે લગભગ પર્યાપ્ત થઇ રહે છે. સરકાર દ્વારા પ્લેટલેટનો દર એક યુનિટના રૂ.11,000 નક્કી કરવામાં આવ્યા છે.

કારેલીબાગ વિસ્તારમાં આવેલા સેવઉસળના વેપારીના 13 વર્ષીય પુત્રને ડેન્ગ્યુ થતાં તેને એક સપ્તાહ અગાઉ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન તેના પિતાને બે દિવસ અગાઉ ડેન્ગ્યુ થતાં તેને નિઝામપુરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિતાના પ્લેટલેટ અંદાજે 20000 જેટલા થતાં અંદાજે 4 યુનિટ સિંગલડોનર પ્લેટલેટ ચઢાવવા માટે બ્લડબેંકમાં સ્વજનોની લાઇન પડી હતી. ઉલ્લેખનીય છે કે સમા-સાવલી રોડ સિદ્ધાર્થ બંગલોમાં અંદાજે 20 જેટલા પોઝિટિવ કેસ છે.

મોર્નિંગ વોકર્સે ધ્યાન રાખવું

દરેકને પ્લેટલેટ્સ ચઢાવાતા નથી

શહેરના તબીબોના જણાવ્યા મુજબ મચ્છર સવારના સૂર્યોદય પહેલાં બે કલાક અને સાંજે સૂર્યાસ્ત પહેલાં બે કલાક વધુ કરડે છે. ત્યારબાદ મચ્છર અંધારામાં જતા રહેતાં ક્હેર ઓછો હોય છે. મચ્છરનું જીવન માત્ર ત્રણ દિવસનું હોય છે. જેથી અસરકારક રીતે સતત ફોગિંગ કરવામાં આવે તો મચ્છર પર નિયંત્રણ આવી શકે છે.

સુરક્તમ્ બ્લડબેંક દ્વારા મંગળવારથી પ્લેટલેટ આપવાનું શરૂ કરાયું છે. ડો.આર.બી. ભેસાણિયાના જણાવ્યા મુજબ એક પ્લેટલેટ મશીન અંદાજે રૂ.22થી 30 લાખનું આવે છે. જ્યારે ટેક્નિશિયન અને તબીબનો ચાર્જ મળી કુલ રૂા.8000 જેટલો ખર્ચ થાય છે. જો દાતા મળે તો પ્લેટલેટ રૂ.8000 સુધી આપી શકીએ .

સરકાર દ્વારા પ્લેટલેટ્સનો દર એક યુનિટના ~11,000 નક્કી કરવામાં આવ્યા છે

ફોગિંગ થતું હોવાના 177 કોલથી તંત્રની કામગીરી સામે શંકા

અન્ય સમાચારો પણ છે...