તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુંબઇના ડિસ્ટ્રિબ્યુટરની GSFC સાથે ~4.49 કરોડની છેતરપિંડી

મુંબઇના ડિસ્ટ્રિબ્યુટરની GSFC સાથે ~4.49 કરોડની છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસએફસીકંપનીના ડિસ્ટ્રીબ્યુટરે કંપનીના પોલીમર અને નાયલોન ઉત્પાદનો ઉધાર મેળવીને કંપનીને 4.49 કરોડની ચુકવણી નહી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ છાણી પોલીસમાં નોધાઇ છે.

મુંબઇની કે.એન.એન્ટરપ્રાઇઝના માલિકો રેખા કિરણ તુરખીયા, કિર્તી મનસુખલાલ તુરખીયા, કમલેશ પ્રવિણચન્દ્ર શાહ અને કિરણ મનસુખલાલ તુરખીયા સામે જીએસએફસી કંપનીની પોલીમર ડિપાર્ટમેંટના સિની.મેનેજર શકીલ એહમદખાને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે કે.એન.એન્ટરપ્રાઇઝ નામની એજન્સી 1990માં કંપનીની સ્ટોકિસ્ટ બની હતી અને ત્યારબાદ 2012માં તે ડિસ્ટ્રીબ્યુર તરીકે કામ કરતી હતી.આ એજન્સી જીએસએફસીમાંથી પોલીમર અને નાયલોન ઉત્પાદનો મેળવીને ગ્રાહકોને વેચતી હતી પણ તેમાં થોડી રકમ જીએસએફસી કંપનીમાં જમા કરાવતી હતી, અને થોડા નાણાં બાકી રાખતી હતી. કે.એન.એન્ટરપ્રાઇઝના માલિકોએ 4,49,40,378.25 નો માલ ક્રેડીટ પર મેળવી બાકી નિકળતાં નહી જમા કરાવતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

માલ ક્રેડિટ પર મેળવ્યા બાદ નાણાં જમા કરાવ્યાં

પેમેન્ટ કરનાર મુંબઇના 4 શખ્સ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...