તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બંધ ઘરમાંથી 1.94 લાખના દાગીના ચોરાયા

બંધ ઘરમાંથી 1.94 લાખના દાગીના ચોરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોમાટે હોટ ફેવરિટ બનેલા માંજલપુર વિસ્તારમાં તસ્કરોએ 1.94 લાખના સોનાના દાગીનાની ચોરી કરીને પોલીસને પડકાર ફેંકયો છે. દરબાર ચોકડી પાસે આવેલા શિવ ડુપ્લેક્ષના મકાનમાં તસ્કરોએ ચોરી કર્યા બાદ વિસ્તારમાં આવેલી કૃષ્ણવાટિકા સોસાયટીના પાંચ મકાનોમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલા શિવ ડુપ્લેક્ષમાં રહેતા પ્રશાંત સુરેશ પાંડે એકલા રહે છે. પ્રશાંત પાંડે 26મી સપ્ટેમ્બરે સાંજે 7-30 વાગ્યાના અરસામાં પોતાનું મકાન બંધ કરીને માંજલપુરમાં ચન્દ્રલોક સોસાયટીમાં રહેતા પોતાના બેન બનેવીને ઘેર સુવા ગયા હતા. સવારે પ્રશાંત પાંડે પોતાના ઘેર પરત આવતાં મકાનના દરવાજાની બહારની ગ્રીલને લગાવેલ તાળું નકુચા સાથે તુટેલું જોવા મળ્યું હતું. ઘરમાં તેમણે તપાસ કરતાં ઉપરના માળે આવેલા બે રુમની તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો .તસ્કરોએ સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું જણાઇ આવ્યું હતું.

માંજલપુર પોલીસ સમક્ષ પ્રશાંત પાંડેએ જણાવ્યું હતું કે રૂા. 1,94,000 રુપીયાના દાગીનાની ચોરી થઇ છે. સ્થાનિક રહિશો તરફથી જાણવા મળ્યું હતું કે વિસ્તારમાં આવેલી કૃષ્ણવાટિકા સોસાયટીના પાંચ મકાનોમાં પણ તાળા તૂટયા હતા.

શિવ ડુપ્લેકસના મકાનમાં ચોરી : કૃષ્ણવાટિકા સોસાયટીમાં તાળાં તૂટયાં

તસ્કરો માટે માંજલપુર વિસ્તાર હોટફેવરીટ બન્યો છતાં પોલીસ નિષ્ક્રિય

અન્ય સમાચારો પણ છે...