તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ શહેરના 300 ગરીબ પરિવારોની બહેનોને

વડોદરા |પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ શહેરના 300 ગરીબ પરિવારોની બહેનોને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ શહેરના 300 ગરીબ પરિવારોની બહેનોને સાંસદ રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્ય મનીષા વકીલના હસ્તે રાંધણ ગેસ કનેકશનનું વિતરણ કરાયું હતું. પ્રસંગે કલેકટર લોચન સેહરા સહિત વિવિધ સરકારી ઓઇલ કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ રંજનબહેન ભટ્ટે ગરીબ પરિવારોની મહિલાઓના આરોગ્ય રક્ષણ માટે સુખી પરિવારો ગેસ સબસિડી છોડે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધને દોહરાવતાં જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્ય રક્ષણની ચિંતામાંથી યોજનાનો જન્મ થયો છે. ગામોમાં મહિલાઓ ધુમાડિયા વાતાવરણમાં ચૂલા પર રસોઇ બનાવવાનું કપરું અને આરોગ્યને હાનિકારક કામ કરે છે. જે મહિલાઓની સાથે બાળકોનું આરોગ્ય બગાડે છે. જેથી ઉજ્જવલા યોજના હેઠળ મળનારા ગેસ જોડાણો તેમને આરોગ્યની સમસ્યામાંથી ઉગારશે.ધારાસભ્ય મનીષા વકીલે કહ્યું હતું કે, ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેેકશન મેળવનારી ગરીબ પરિવારોની બહેનોનું જીવન સરળ અને આરોગ્યપ્રદ બનશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 300 ગેસ કનેકશન અપાયાં

અન્ય સમાચારો પણ છે...