તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચૂંટણીમાં દારૂ કે રૂપિયા નહીં ચાલે : અલ્પેશ ઠાકોર

ચૂંટણીમાં દારૂ કે રૂપિયા નહીં ચાલે : અલ્પેશ ઠાકોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વડોદરા શહેરની ટીમ,ઓબીસી, એસસી-એસટી એકતા મંચ દ્વારા સર સયાજીરાવ નગરગૃહમાં ગુરુવારે જનાદેશ સંમેલન યોજાયું હતું અને તેમાં અલ્પેશ ઠાકોર રેલી સ્વરૂપે કપૂરાઇથી આવ્યા હતા.

અલ્પેશ ઠાકોરે સરકાર પર તીખા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જો સરકાર તા.5 ઓકટોબર સુધીમાં ઠાકોર સમાજની નવ માંગો નહીં સ્વીકારે તો સરકાર માટે કપરાં ચઢાણ સાબિત થશે. સરકાર ઇમાનદારીથી કામ કરતી નથી અને દારૂબંધીના કડક કાયદા પછી પણ દારૂ તો વેચાય છે તેવા ખુલ્લા આક્ષેપ સાથે તેમણે જણાવ્યું હતું કે, આગામી સરકાર ખેડૂતો માટેની, બેકારોને રોજગારી આપનારી,સમાજમાં પીડિત લોકોને ન્યાય અપાવનારી હશે અને તેમાં ઠાકોર સમાજની અહમ્ ભૂમિકા હશે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં દસ વર્ષમાં સરકારી સ્કૂૂલમાં અભ્યાસ કરનાર એક પણ વિદ્યાર્થી આઇએએસ,આઇપીએસ કે એન્જિનિયર બન્યો નથી અને સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નિવડી છે. વિપક્ષને પણ આડે હાથે લેતાં તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષમાં જે કોંગ્રેસ છે તે પણ નબળી છે અને ચૂંટણી આવે ત્યારે બધા ઠગ લોકો આવી જાય છે તેમ કહી તેમણે શંકરસિંહ વાઘેલા પર પણ આડકતરા પ્રહારો કર્યા હતા. તેમણે 9 ઓકટોબરે બપોરે 2 વાગે અમદાવાદમાં આયોજિત મહાસંમેલનમાં ભાગ લેવા માટે આહ્વાન કરી આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં જણાવ્યું હતું કે, 182 મૂરતિયાઓની જાનમાં નીકળવાનું છે અને તેમાં બધાએ યોગ્ય મૂરતિયો નક્કી કરવો પડશે.

વિકાસ થવા તો દો પછી નક્કી કરો કે ગાંડો છે કે તોફાની

સોશિયલ મીડિયમાં વિકાસ ગાંડો થયો છે તેવી નૂકતેચીની અંગે પ્રત્યાઘાત આપતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિકાસ થવા તો દો, પછી નક્કી કરીએ કે વિકાસ ગાંડો છે કે તોફાની.તેમણે ઇમાનદાર અને ગરીબોને જાગૃત મતદારો મત આપશે તેવુ જણાવ્યું હતું.

5મી સુધીમાં માંગણી પરત્વે નિર્ણય લેવા અલ્ટિમેટમ

સરકાર ઇમાનદારીથી કામ કરતી હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...