• Gujarati News
  • National
  • હોસ્ટેલ્સમાં રહેતા વિદ્યાર્થીઓ પ્રાંત આધારે સંગઠનો બનાવે છે

હોસ્ટેલ્સમાં રહેતા વિદ્યાર્થીઓ પ્રાંત આધારે સંગઠનો બનાવે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.સ.યુનિ. ચૂંટણીમાં પ્રાંતવાદી રાજકારણનો પ્રવેશ

મ.સ.યુનિવર્સિટીની હોસ્ટેલ્સમાં બિહાર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મણિપુર સહિતના પ્રદેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ હવે પોતાના પ્રાંતના વિદ્યાર્થીઓને એકઠા કરીને સંગઠનો સ્થાપી રહ્યાં છે. સંગઠનો થકી મ.સ.યુનિવર્સિટીની ચૂંટણીમાં પ્રાંતવાદી રાજકારણનો પ્રવેશ થવા જઇ રહ્યો છે. ચૂંટણીમાં ઓછા મતદાનની શક્યતાઓ વચ્ચે હોસ્ટેલ્સના વિદ્યાર્થીઓની વોટબેન્ક નિર્ણાયક સાબિત થાય એવી શક્યતાઓ સેવાઇ રહી છે. આથી વોટબેન્કને પોતાના તરફ કરવા સંગઠનો દોડધામ કરી રહ્યાં છે.

મ.સ.યુનિવર્સિટીમાં ગુજરાત તથા ગુજરાત બહારના જુદા જુદા પ્રાંતોમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની મોટી સંખ્યા છે. હોસ્ટેલમાં રહેતા અલગ-અલગ પ્રાંત તથા પ્રદેશોના વિદ્યાર્થીઓ મળીને પોતાના સંગઠનો સ્ટુડન્ટ્સ એસોશિએશન ઓફ બિહાર, રાજસ્થાની બાપુ ગૃપ, નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ્સ એસોશિએશન, ઓલ સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટુડન્ટ્સ યુનિયનની સ્થાપની કરી રહ્યાં છે. છેલ્લા ઘણાં વર્ષોથી હોસ્ટેલ્સમાં રાજસ્થાની બાપુ ગૃપ સક્રીય રહ્યું છે. હવે, રાજસ્થાની બાપુઓ બાદ બિહાર, સૌરાષ્ટ્ર, ઉત્તર-પૂર્વીય પ્રદેશોના વિદ્યાર્થીઓ પોતાના સંગઠનો શરૂ કરી ચૂક્યાં છે. જેના પગલે વર્ષની ચૂંટણીમાં પ્રાંત આધારીત વોટબેન્ક તૈયાર થઇ રહી છે. હોસ્ટેલ્સમાં જુદાં જુદાં પ્રાંત ના વિદ્યાર્થીઓ આગેવાનો ચૂંટણી આવતા સક્રીય થઇ ગયાં છે

અન્ય સમાચારો પણ છે...