તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાકરોલમાં પોપટ વેચતો શખ્સ ઝડપાયો

બાકરોલમાં પોપટ વેચતો શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીગુજરાત પ્રાણી કૃરતા નિવારણ સંસ્થાના રાજ ભાવસારે જણાવ્યું હતું કે તેમની સંસ્થાના આણંદના કાર્યકર પ્રિયાંકને બાતમી મળી હતી કે આણંદના બાકરોલમાં જય ખોડિયારનગરમાં રહેતો ફતેસિંહ રઘુનાથ તડાપદાર પોતાને ત્યાં શેડ્યુલ્ડ શ્રેણી ભાગ 2માં આવતા પોપટ વેચવાનો વ્યવસાય કરે છે. બાતમીના આધારે શુક્રવારે સાંજે વન વિભાગને સાથે રાખીને ફતેસિંહને ત્યાં દરોડો પડાયો હતો, જેમાં શુરપાણેશ્વર પ્રકારના 4 પોપટ અને ટૂઇ પ્રકારના 2 પોપટ મળી આવ્યા હતા. રાજ ભાવસારે જણાવ્યું હતું કે શેડ્યુલ્ડ પાર્ટ 2માં આવતા વાઇલ્ડ લાઇફ પોપટને પ્રકારે વેચી શકાય નહીં અને તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવો પડે છે. વન વિભાગે મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...