તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બ્લેક મનીને નાથવાનું સરકારનું પગલું યોગ્ય

બ્લેક મનીને નાથવાનું સરકારનું પગલું યોગ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ એન્ડ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર્સ ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા સંયુક્ત ક્રમે રૂપિયા 500-1000ની નોટનું ચલણ બંધ થવા અને તેનાથી ઊભી થયેલી નાણાકીય તકલીફો વિષય પર સેમિનારનું આયોજન કર્યું હતું. કરન્સી ક્રાઇસિસ એન્ડ ઇન્કમ ટેક્સ ઇશ્યૂ વિષય પર આયોજિત સેમિનારમાં ઉપસ્થિત અમદાવાદના એડવોકેટ સમીર જાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ડિમોનિટાઇઝેશનના મુદ્દે સરકારે કોઇ ખાસ હોમવર્ક કરેલું દેખાતું નથી. નિર્ણયથી દેશમાં મંદી આવવાની પૂરી શક્યતા દેખાઇ રહી છે. બે વર્ષ સુધી રિયલ એસ્ટેટ, ગોલ્ડ, ખેતી અને સર્વિસ સેકટરને સીધી અસર થશે. તેઓ મંદીની ઝપેટમાં આવશે. ઉપરાંત કાળાં નાણાંના બહાને ઇન્કમટેક્સ વિભાગે નોકરિયાત અને બચત કરનારા લોકોમાં ખોટો હાઉ ઊભો કર્યો છે. ખરેખર તો નોકરિયાત અને બચત કરનારા લોકોએ સહેજ પણ ડરવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...