• Gujarati News
  • National
  • પરેશાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી

પરેશાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્ટ્સમાં અેલાઇડ ઇકો.નાં લેક્ચર 1 માસથી લેવાતાં નથી

આગામી મહિને મિડ-સેમ એક્ઝામ હોઈ વિદ્યાર્થીઓ દ્વિધામાં

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિવર્સિટનીઆર્ટ્સ ફેકલ્ટીમાં એફ.વાય. બીએના વર્ગો શરૂ થયે એક મહિનો થવા આવ્યો છે. ત્યારે, અલાઇડ-1 ઇકોનોમિક્સનું એક પણ લેક્ચર લેવાયું હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન છે. જે સંદર્ભે આર્ટ્સ ફેકલ્ટીના ઇકોનોમિક્સ વિભાગના હેડને યુવા શક્તિ ગ્રૂપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

શૈક્ષણિક વર્ષ શરૂ થયું ત્યાર થી આર્ટ્સ ફેકલ્ટીમાં અનેક પ્રશ્નો સર્જાતા જોવા મળ્યા છે. પ્રથમ વર્ષ બી.એ.નું શૈક્ષણિક સત્ર શરૂ થયે એક મહિનો થવા આવ્યો છે. પરંતુ, હજુ સુધી અલાઇડ - 1 ઇકોનોમિક્સનું પણ એક લેક્ચર લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ યુવા શક્તિ ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યો છે.

ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડો.ઉમેશ નાઇક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લેક્ચરરની જગ્યા ખાલી હોવાથી લેક્ચર્સમાં અનિયમિતતા હતી. પરંતુ, યુનિવર્સિટી દ્વારા ટીચિંગ પોસ્ટ પર લેક્ચરરની તાજેતરમાં ભરતી કરવામાં આવી છે. જેથી હવે નિયમિત લેક્ચર લેવાશે અને પ્રશ્ને નિરાકરણ લાવવામાં આવ્યું છે.

લેક્ચર્સ નિયમિત લેવાશે તેવી બાંયધરી

અન્ય સમાચારો પણ છે...