પહેલાં ગુડ ન્યુઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષણ વિભાગે પ્રથમવાર એકસામટાં પાંચ શિક્ષણ નિરીક્ષકની નિમણૂક કરી છે. જેમાં પાંચ પૈકી ત્રણ મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકસામટાં પાંચ શિક્ષણ નિરીક્ષકની નિમણૂક થતાં કચેરીનાં પડતર કામો ઝડપથી પૂર્ણ થશે તેવું શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે વિવિધ શહેરોની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ તથા શાસનાધિકારીની ખાલી જગ્યાઓ પર નિમણૂકના ઓર્ડર કર્યા છે. હોળી પૂર્વે શિક્ષણ વિભાગે વડોદરા શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પાંચ શિક્ષણ નિરીક્ષક, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિમણૂકના ઓર્ડર કરીને તાત્કાલિક અસરથી ચાર્જ લેવાની સૂચના આપી છે. શહેર જિલ્લા શિક્ષણાધિકારીમાં છેલ્લા કેટલાંય વર્ષોથી શિક્ષણ નિરીક્ષકોની નિમણૂકો કરાઇ નથી. હાલમાં પણ શહેર-જિલ્લાની 350થી વધુ શાળાના ઇન્સ્પેકશન માટે માત્ર પાંચ શિક્ષણ નિરીક્ષકો જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે હવે બીજાં નવાં પાંચ શિક્ષણ નિરીક્ષકની નિમમૂકો થતાં શાળાનું ઇન્સ્પેકશન રેગ્યુલર થશે તેમજ પડતર કામો પણ ઝડપથી પૂર્ણ થશે. શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે શ્રીમતી અવનીબહેન બારોટ, શ્રીમતી પ્રીતિ સંઘવી, શિવાંગી શાસ્ત્રી એમ ત્રણ મહિલા કર્મચારીઓની નિમણૂક થઇ છે.

શહેરમાં પ્રથમવાર એકસામટાં પાંચ શિક્ષણ નિરીક્ષકની નિમણૂક કરાઇ

અન્ય સમાચારો પણ છે...