તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોથા દિવસે ડેન્ગ્યુના 27 કોલ હેલ્પલાઇનને મળ્યા

ચોથા દિવસે ડેન્ગ્યુના 27 કોલ હેલ્પલાઇનને મળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનેભરડામાં લેનારા ડેન્ગ્યુના રોગચાળાનો તાગ મેળવવા માટે ઉંઘમાંથી સફાળા જાગેલા સેવાસદનને ચોથા દિવસે ડેન્ગ્યુને લગતા 27 કોલ મળ્યા હતા.

શહેરમાં ડેન્ગ્યુ સહિતના રોગચાળાએ માઝા મૂકયા બાદ સેવાસદનનું તંત્ર ઊંઘમાંથી સફાળું જાગ્યું છે અને સફાઇ-એન્જિનિયરિંગના પ્રશ્નો માટેની નિર્માલ્યમ્ મોબાઇલ સેવા હવે રોગચાળા માટે કાર્યરત કરી છે. 99131 66666 મોબાઇલ નંબર પરના નાગરિકોની ફરિયાદના બે કલાકમાં સેવાસદનનું આરોગ્યતંત્ર રિસ્પોન્સ આપશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીŸ"થી ઉભરાઇ રહી છે પણ સેવાસદનનું આરોગ્યતંત્ર તેના માટે ગંભીર બન્યું હતું. સંજોગોમાં, સેવાસદને શરૂ કરેલી 9913166666 હેલ્પલાઇન પર ચોથા દિવસે ડેન્ગ્યુની 27, મલેરિયાની 2, પાણી ભરાવાની 7,મચ્છર ઉત્પત્તિની 14, ફોગિંગ નહીં થવાની 177 અને પાણીમાં મચ્છરના પોરાની 17ફરિયાદ મળી હતી. ડેન્ગ્યુના 27 કોલમાં 2 કોલ પૂર્વ ઝોનમાંથી, 11 કોલ ઉત્તર ઝોનમાંથી, 10 કોલ દક્ષિણ ઝોનમાંથી 4 કોલ પશ્ચિમ ઝોનમાંથી થયા હતા.

177 કોલ ફોગિંગ થતું હોવાના મળ્યા

અન્ય સમાચારો પણ છે...