તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંજલપુરમાંથી ~2.76 લાખના દારૂ સાથે બે ઝડપાયા

માંજલપુરમાંથી ~2.76 લાખના દારૂ સાથે બે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામાંજલપુર વિસ્તારમાં કલ્યાણબાગ ગરબા મેદાન પાસેની ઝાડીઓમાં બે કારની આડાશ લઇને વિદેશી શરાબનું વેચાણ કરી રહેલા બે શખ્સને પોલીસે 2.76 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. માંજલપુરના કુખ્યાત બૂટલેગર દીપક વણકરને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી હતી.

શહેર પોલીસના એફ ડિવિઝનના એસીપી યશપાલ જગાણિયાને બાતમી મળી હતી કે માંજલપુર ગરબા મેદાન પાસે આવેલ કુખ્યાત બૂટલેગર દીપક વણકર દારૂનું વેચાણ કરી રહ્યો છે, જેના પગલે એસીપીએ સોમવારે સાંજે ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડયો ત્યારે બે શખ્સ મારુતિ વાન અને અને મારુતિ ફ્રન્ટીની આડશ લઇને અંધારામાં દારૂનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસે ~2,76,190ના દારૂ સાથે જયમીન ઉર્ફે ડિકુ પટેલ તથા અજય ઉર્ફે ટોપી બજાણિયાને ઝડપી પાડ્યા હતા અને દારૂનો જથ્થો ઉપરાંત મારુતિ વાન અને મારુતિ ફ્રન્ટી જપ્ત કરીને 4,26,190 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂનો જથ્થો દીપક ઉર્ફે રમેશ ચંદુ વણકર (રહે, ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ, માંજલપુર)નો હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધી દીપકની શોધખોળ શરૂ કરી હતી. એસીપીએ જાતે હાજર રહીને દરોડો પાડતાં માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓમાં દોડધામ થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...