• Gujarati News
  • વડોદરામાં દેશભરના ખેડૂત આગેવાનોની બેઠક

વડોદરામાં દેશભરના ખેડૂત આગેવાનોની બેઠક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાંખેડૂતો પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતોના પાયાના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરી આંદોલનનું રૂપ આપવા માટે શનિવાર તા.30 મે અને રવિવાર તા.31 મે ના રોજ વડોદરામાં દેશભરના ખેડૂત આગેવાનોની બેઠકનું આયોજન કરાયું છે. ખેડૂતોની આંતર રાજ્ય સમન્વય સમિતિની બેઠકમાં વિવિધ રાજ્યોમાં ખેડૂત આગેવાનો ભાગ લેશે. બે દિવસીય બેઠકમાં ખેડૂત આગેવાનો ખેડૂતોના તમામ પ્રશ્નોનું મંથન કરી આગળની રણનીતિ તૈયાર કરશે.