• Gujarati News
  • રિપોર્ટમાં બધું ક્લિયર થશે

રિપોર્ટમાં બધું ક્લિયર થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીલબંધ બેગમાં ~18,27,136 હતા તેવી ચોરને કઈ રીતે ખબર હતી?

{ આરોપીને કેવી રીતે ખબર કે બેગમાં ~18,27,136 છે?

માત્રઆરોપીના નિવેદનના અાધારે કાર્યવાહી નથી થઇ. આટલી રકમ હોવાનો હિસાબ છે.

{બેગમાંથી ~2,00,336 કેવી રીતે અોછા થાય?

ઓફિસમાંરાખવામાં આવેલાં સીસીટીવી કેમેરામાં તમામ ગતિવિધિ કેપ્ચર થયેલી છે. રૂપિયાની ગણતરી પણ કેમેરામાં દેખાતી હોય છે. તેમાં પરચૂરણ પણ હતું.

{પ્લાસ્ટિકની બેગને ખોલવા જાય તો ફાટી જાય?

ઇન્કવાયરીરિપોર્ટમાં બધી વિગતો કલીયર થઇ જશે.

~2 લાખ રિકવર કરવાનું રિમાન્ડનું ગ્રાઉન્ડ હતું

ચોરીના ગુનાનો17 કલાકમાં ભેદ ઉકેલાતાં જોઇન્ટ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ કરી કારેલીબાગ અને ક્રાઇમબ્રાન્ચની સંયુક્ત કામગીરી અંગે પોલીસની પીઠ થબથબાવી હતી. રિમાન્ડનું મુખ્ય ગ્રાઉન્ડ પણ ~2 લાખ ઓછા હોવાનું હતું અને ~2 લાખ બે પીએસઆઇએ કાઢી લીધા હતા તો આખી પ્રક્રિયા પાછળનો શું હેતુ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

દંડાયેલા PSIએ ~336નું પરચૂરણ પણ ઓછું કર્યું?

પોલીસેનરેશનાઘરેથી ~16,26,800 કબજે કર્યા હોવાથી પ્લાસ્ટિકની સીલબંધ બેગમાંથી ~2 લાખ નહિ પરંતુ ~2,00,336 રૂપિયા ઓછા થયા હોવાનું કહી શકાય. ~18,27,136માંથી ~2 લાખ નહિ પણ ~2,00,336 કાઢવા પાછળ કયું ગણિત હોઇ શકે રોકડા ~2 લાખ સાથે ~336નુ઼ં પરચૂરણ પણ ગણીને કાઢી લે તે આશ્ચર્ય જન્માવી રહ્યું છે.

રહસ્ય | એમેઝોનની ચોરાયેલ સીલબંધ બેગમાંથી ~2 લાખ નહીં પરંતુ ~336નું પરચૂરણ પણ કઈ રીતે ઓછું થયું?