• Gujarati News
  • National
  • છેલ્લાં 10 વર્ષમાં 2014માં અપ્રમાણસર મિલકત લાંચના સૌથી વધુ 21 કેસ નોંધાયા

છેલ્લાં 10 વર્ષમાં 2014માં અપ્રમાણસર મિલકત-લાંચના સૌથી વધુ 21 કેસ નોંધાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસીબીનુંનેટવર્ક હોવા છતાં અધિકારીઓ બેલગામ છે, ચૂંટણીમાં જે રીતે નેતાઓની મિલકતોનું વિવરણ થાય તો સરકારી નોકરી મેળવનાર અધિકારીઓની મિલકતોની કેમ નોંધણી થતી નથી. તેવા અનેકવિધ પ્રશ્નો વચ્ચે મુખ્યમંત્રીના એક વર્ષના શાસનની પૂર્ણાહુતિ સમયે દિવ્ય ભાસ્કરે કરેલા સરવેમાં 67.18% લોકોના મતે શહેરમાં કરપ્શનની સમસ્યા મોખરે છે.

મુખ્યમંત્રી અાનંદીબહેન પટેલના શાસનને એક વર્ષ પૂર્ણ થતાં દિવ્ય ભાસ્કરે કરેલા સરવેમાં 41.54% લોકોએ શહેરમાં કરપ્શન વધ્યું હોવાનું જણાવ્યું હતું જ્યારે 36.15% લોકોએ એટલું હોવાનું તેમજ 22.31% લોકોએ સ્થિતિમાં સુધારો થયો હોવાનું કહ્યું હતું. વળી, 67.18% લોકોના મતે વડોદરામાં કરપ્શનનો મુદ્દો મોખરે છે. ત્યારબાદ મોંઘવારી અને ક્રાઇમની સમસ્યા આવે છે. 16.79 લોકો શહેરના ટોપ ઇશ્યૂમાં કરપ્શનને ચોથું સ્થાન આપી રહ્યા છે.

સરવેની બીજી બાજુ શહેરમાં એસીબીના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2015ના મે મહિના સુધીમાં લાંચ અને અપ્રમાણસર મિલકતના 7 કેસ નોંધાયા છે જ્યારે વર્ષ 2014માં તો છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધુ 21 કેસ નોંધાયા હતા. તેમાંય વર્ગ-1 થી વર્ગ-3ના ~50,000થી ~1.50 લાખ સુધીની લાંચ લેતાં 8 અધિકારી પકડાયા હતા.

^એસીબીના હાથે પકડાઇ જશે તેવી ધાક હોવા છતાં અધિકારીઓ લાંચ લેતાં અટકતા નથી. દિવસે-દિવસે વધુ અધિકારી પકડાય છે. ઝડપથી કામ કરાવવા કરપ્શનનો સહારો લેવાય તો દૂષણ કાબૂમાં આવે. > સતીશશાહ, વકીલ

^ચૂંટણી સમયે ઉમેદવારોને મિલકત જાહેર કરવાનું કહેવાય છે તો સરકારી કર્મચારીઓની મિલકતોની પણ નોંધણી કેમ નથી થતી સરકારે કરપ્શનમાં પકડાયેલા અધિકારીઓને પદભ્રષ્ટ કરવા જોઇએ. > શિવાનીપટેલ, શિક્ષિકા

^સરકારનો અધિકારીઓ પર કાબૂ નહિ હોવાથી કરપ્શન કરે છે. વહીવટી માળખામાં સુધારો કરવો જોઇએ તેમજ સ્વયં મુખ્યમંત્રીએ બાબતે રસ લેવો જોઇએ. > વિપુલચંદ્રશાહ, બિઝનસમેન

(આંકડા મે-2015 સુધી)

08

21

15

09

18

08

13

10

18

15

કેટલા ગુના

2010

2014

2009

2013

2008

2012

2007

2011

2006

2005

વર્ષ

દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા સરવેમાં 67.18% લોકોના મતે શહેરમાં કરપ્શનની સમસ્યા મોખરે છે

ACBએ છેલ્લાં 10 વર્ષમાં કરેલા કેસના આંકડા

}અપ્રમાણસર મિલકત અને નિવૃત્ત તલાટીનો કેસ ચકચારી

ચાલુવર્ષેએસીબીએ રાવપુરા પોલીસ સ્ટેશના એએસઆઇ ઇમામબક્ષ ઉમરખાન બલોચની રૂા. 22,12,930ની અપ્રમાાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો.આ ઉપરાંત અકોટાના નિવૃત્ત તલાટી કાંતિભાઇ પટેલ અને તેમનો પુત્ર નિમેશ ઉર્ફે ટીકો રૂા. 3 લાખની લાંચના કેસમાં જ્યારે રેવન્યુ ઓફિસર કંચન પરમારનો પણ કેસ ચકચારી રહ્યો હતો.

} શોર્ટકટની બદલે લોકો નિયમાનુસાર કામ કરે તો કંટ્રોલ આવે

^લોકોએ નિયમાનુસાર કામ કરાવે તો કરપ્શન પર કંટ્રોલ આવે. શોર્ટકટ અપનાવવા માટે લાંચ આપવાની નીતિના કારણે કરપ્શન થાય છે. સમગ્ર સમાજમાં બાબતે જાગૃતિ આવી જોઇએ. > ડી.બી.વાઘેલા, ઇનચાર્જડે. ડાયરેક્ટર, એસીબી, ગુજરાત રાજ્ય

અન્ય સમાચારો પણ છે...