• Gujarati News
  • દેણા ચોકડી પાસેથી અમદાવાદનો બૂટલેગર પકડાયો

દેણા ચોકડી પાસેથી અમદાવાદનો બૂટલેગર પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. હાલોલથીઅમદાવાદ તરફ જઇ રહેલી દારૂ ભરેલી સ્કોર્પીઓ કારને હરણી પોલીસે દેણા ચોકડી પાસે ફિલ્મી ઢબે ઝડપી પાડી હતી. પોલીસે અમદાવાદના બૂટલેગરને ઝડપી પાડી ~5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સ્કોર્પીઓ કાર અમદાવાદ તરફ જતી હોવાની બાતમી હરણી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઇ જે.ડી. દેવડાને મળતાં રાત્રે 8:15 વાગે દેણા ચોકડી પાસે વોચ ગોઠવી કારને ફિલ્મી ઢબે ઝડપી પાડી હતી. કારમાં અમદાવાદના બાપુનગરનો બૂટલેગર હિતેન્દ્ર ઉર્ફે તિલક ઉર્ફે હિતેશ ધીરૂભાઇ પટેલ ઝડપાયો હતો.