બે દિવસ બાદ ફરી ગરમી વધી : પારો 40.80

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાંબે દિવસ સુધી ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચો રહ્યા બાદ બુધવારે પવનની દિશા બદલાતાં ગરમીનો પારો પુન: વધીને 40.8 ડિગ્રી થતાં શહેરી જનો આકરી ગરમીથી પરેશાન થયાં હતાં. જોકે, હવામાન વિભાગે શહેરમાં આગામી 3 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.

સોમવારે 1.2 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી થયું હતું. જ્યારે મંગળવારે તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે 79%એ પહોંચતાં ઓછી ગરમી છતાં શહેરી જનો માટે બપોરનો સમય આકરી ગરમી અને પરસેવે રેબઝેબ કરાવનારો બન્યો હતો.

દરમિયાન બુધવારે લઘુતમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું. જોકે, બુધવારે પવનની દિશા પશ્ચિમ દિશાની થતાં ગરમીનો પ્રકોપ વર્તાયો હતો. ઉપરાંત પ્રતિકલાકના 14 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં ગરમી અને ગરમ લૂથી શહેરી જનો પરેશાન થયાં હતાં. ગરમીનું પ્રમાણ બે દિવસના વિરામ બાદ પુન: વર્તાતાં બપોરના સમયે શહેરના માર્ગો પર લોકોની અવરજવર ઘટી જવા પામી હતી. બપોરના સમયે ગરમીના આકરાં તેવરને લઇ શહેરીજનોની હાલત કફોડી બની હતી. છેલ્લા 4 દિવસથી શહેરમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમની રહેતાં ગરમી ઘટતાં મહત્તમ તાપમાન પણ ઘટી જવા પામ્યું હતું.

પશ્ચિમના પવનથી ગરમી વધી

બુધવારેપવનનીદિશા પશ્ચિમની થતાં ગરમી વધી હોવાનું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. પવનની દિશા યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...