• Gujarati News
  • National
  • બે મહિનાથી ગોકળગાયની ગતિએ ગાર્ડન બની રહ્યો છે

બે મહિનાથી ગોકળગાયની ગતિએ ગાર્ડન બની રહ્યો છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસામાં વારસિયા રીંગ રોડ પર ઘરોમાં પાણી ઘૂસશે

સોસાયટીના રોડ કરતાં પણ માટીના ઢગલા ઉંચા કરી દીધા

શહેરનાહરણી વારસિયા રીંગ રોડ પરની સોસાયટીના રોડની ઉંચાઇ કરતાં પણ માટીના ઢગલાં ઉંચા થતા આગામી ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તેવી દહેશત સ્થાનિક રહીશો વ્યકત કરી રહ્યા છે.

હરણી વારસિયા રીંગ રોડ પર કલાવતી હોસ્પિટલની સામેના ભાગમાં પાલિકા દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે અને તેમાં કોન્ટ્રાકટરો દ્વારા માટીના ઢગલાં કરવામાં આવી રહ્યા છે. જે સોસાયટીના રોડ કરતાં 2 થી 3 ફુટ ઉંચા થઇ ગયા છે. આર્શિવાદ પાર્ક સોસાયટીના રહીશ રશ્મીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, વિસ્તારમાં ચોમાસામાં વરસાદના પાણીના નિકાલ માટે બાબત અવરોધરૂપ સાબિત થઇ શકે તેમ છે અને તેનું નિરાકરણ નહીં આવે તો ચોમાસામાં આજુબાજુની સોસાયટીઓના ઘરોમાં વરસાદીનું પાણી ભરાઇ જશે.એટલુ નહીં, પ્લોટની બાજુમાં બે મહિનાથી ગાર્ડનનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ છે અને આર્શિવાદ પાર્કં,સત્તર તાલુકાના ટીપી-5 રોડનું કાર્પેટીંગ પણ થઇ રહ્યું નથી. સિવાય, મહાવીર હોલથી હરણી સંગમ ચાર રસ્તા તરફના માર્ગ પર ઘણી બધી હોસ્પિટલ્સ-સ્કૂલો આવેલી છે ત્યારે અકસ્માતોની શકયતા હોવાથી રોડ પર સ્પીડ બ્રેકર મૂકાય તે ખુબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...