તતારપુરા ગામે ચોરીમાં 1 ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેલનપુરપાસેના તતારપુરા ગામે એક રાતમાં ચાર મકાનમાં રૂ.1.35 લાખની ચોરી કરનાર ગેંગના એક ઇસમની વરણામા પોલીસે ધરપકડ કરી હતી.તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આ કેસમાં હજુ બે આરોપીઓ વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું હતું. તતારપુરા ગામે 8-3-17ના રોજ રાતના સમયે ચાર મકાનમાં ચોરી થઈ હતી.જેમાં બિપીન રસિકભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં રૂ.1.35 લાખની મતા ગઈ હતી.વરણામા પોલીસે સંબંધમાં તપાસ હાથ ધરી રાજાસીંગ માધુસીંગ ટાંક (રહે.સંવાદ કવાર્ટર્સ,હરણીરોડ,વડોદરા)ની ધરપકડ કરી હતી.પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આ પ્રકરણમાં અજયસીંગ દર્શનસીંગ અને સુરજસીંગ સંતોકસીંગ (બંને રહે.સંવાદ કવાર્ટર્સ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...