• Gujarati News
  • National
  • હોળી કરવા પિયર આવેલી પુત્રીનો આપઘાત

હોળી કરવા પિયર આવેલી પુત્રીનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનજીક આવેલા રૂવાદ ગામે પિતાના ઘરે આજે સવારે સાસરીમાંથી પિતાને ઘરે આવેલી પુત્રીએ 5 મિનિટમાં ઝેરી દવા ગટગટાવી જીવાદોરી ટુંકાવી નાંખી હતી. બનાવ અંગે વરણામાં પોલીસે અકસ્માત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વાઘોડીયા રોડ શાંતી નિકેતન ખાતે રહેતા નિશાંત પંડ્યાના લગ્ન રૂવાંદ ગામે રહેતા વૈશાલીબહેન સાથે બે વર્ષ અગાઉ થયા હતા. તેમના લગ્ન જીવન દરમિયાન આજે અચાનક પિયર ગેયેલા વૈશાલીબહેને પિતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. બનાવને પગલે પિતા અને પરિવાર સ્તબ્ધ બન્યો હતો. વૈશાલીબહેનના પિતા કાંતીભાઇના જણાવ્યા અનુસાર આજે સવારે આવેલી દિકરીઓ માત્ર પાંચ મિનિટમાં ઉક્ત પગલુ ભરતા અમે કાઇ જાણી શક્યા નથી. બનાવ અંગે વરણામાં પોલીસને જાણ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...