• Gujarati News
  • National
  • પાકા રસ્તા માટે વધુ નાણાંની દરખાસ્ત સ્થાયીએ ફગાવી

પાકા રસ્તા માટે વધુ નાણાંની દરખાસ્ત સ્થાયીએ ફગાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણીથીઆર.વી.દેસાઇ સુધીના આઠ કિલોમીટરના વિસ્તારમાં કાચા રસ્તા પાકા કરવા માટે મંજૂર થયેલા રૂા.5 કરોડ ઉપરાંત વધારાના રૂા.3 કરોડની ફાળવણી કરવાની ભલામણને સ્થાયી સમિતિએ ફગાવી હતી.

રોડલાઇન ખુલ્લી કરાવવા માટે પણ દબાણો દૂર કરવા માટે તોડફોડ ચાલી રહી છે અને રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે. સ્થિતિમાં, ઉત્તર ઝોનના વિસ્તારમાં કાચા રસ્તા પાકા કરવા માટે તા.16 ઓગસ્ટ 2016ના રોજ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ સ્થાયી સમિતિએ મંજૂર કર્યો હતો અને તેમાં મહિનામાં 50 ટકાનો ખર્ચ પણ કરાયો છે. પરંતુ, શહેરમાં ચાલી રહેલી તોડફોડમાં રસ્તા પાકા કરવા માટેની કવાયતમાં ઉત્તર ઝોનમાં બીજા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. સ્થાયી સમિતિએ દરખાસ્ત પર નિર્ણય લેવા માટે અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમાં કામોની યાદી મંગાવવામાં આવી હતી. જેમાં રૂા.84 લાખના કામો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સ્થાયી સમિતિનાં અધ્યક્ષ ડો.જિગીષા શેઠે મામલે જણાવ્યું હતું દોઢ કરોડ રૂપિયાનું બેલેન્સ હોવાનું ફલિત થતાં વધારાનાં કામો માટે વધારાનાં નાણાં ફાળવવાની દરખાસ્ત પાછી મોકલી આપવામાં આવી હતી.

પાલિકા પાસે 1.50 કરોડનું બેલેન્સ છતાં બીજા 3 કરોડ માગ્યા

સ્થાયી અધ્યક્ષે કામોની યાદી મંગાવતાં ભાંડો ફૂટ્યો

અન્ય સમાચારો પણ છે...