• Gujarati News
  • MSUની કોમર્સ સહિતની પરીક્ષાનાં પરિણામ જાહેર

MSUની કોમર્સ સહિતની પરીક્ષાનાં પરિણામ જાહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર . વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીદ્વારા એપ્રિલ માસમાં ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટરની લેવાયેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સ ફેકલ્ટીના સેકન્ડ સેમેસ્ટર બી.કોમ-2નું 86.62% પરિણામ આવ્યું હતું.

કોમર્સ ફેકલ્ટીમાં સેકન્ડ સેમેસ્ટર બી.કોમ-3 (સેમેસ્ટર પેર્ટર્ન)ની પરીક્ષા આપનારાં 256 વિદ્યાર્થીઓ પૈકી 143 પાસ થતાં 55.86% પરિણામ આવ્યું હતું. રીતે લો ફેકલ્ટીમાં ફર્સ્ટ સેમેસ્ટર બી.એ.એલએલ બી (ઓનર્સ)-1માં પરીક્ષા આપનારાં 38 વિદ્યાર્થીઓ પૈકી 17 વિદ્યાર્થી પાસ થતાં 44.74%, ફર્સ્ટ સેમેસ્ટર એલએલ એમ-1માં 12 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓ પાસ થતાં 41.67% તેમજ ફર્સ્ટ સેમેસ્ટર એલએલ એમ-2માં 5 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થી પાસ થતાં 40% પરિણામ આવ્યું હતું. ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીમાં ફર્સ્ટ સેમેસ્ટર બી એસસી-1માં 131 પરીક્ષાર્થીઓ પૈકી 92 વિદ્યાર્થીઓ પાસ થતાં 70.23% પરિણામ આવ્યું હતું.