• Gujarati News
  • National
  • તમારું કર્મ પહેલેથી તમારી કુંડળીમાં નક્કી કરીને આપવામાં આવ્યું છે

તમારું કર્મ પહેલેથી તમારી કુંડળીમાં નક્કી કરીને આપવામાં આવ્યું છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોકમાં સંસ્કૃત અને જ્યોતિષ વિષયનાં સ્ટુડન્ટ્સ અને તજ્જ્ઞો ઉપસ્થિત રહ્યાં હતાં.

} યોગી આદિત્યનાથની રાશિકુંભ છે જે શુદ્ર રાશિ છે. નાનપણ થી સર્વ સમાજની સેવામાં સંન્યાસ લઇને જોડાયા, એમના કર્મ સ્થાનમાં પણ સ્વામી શુદ્ર રાશિમાં છે જેથી આજે પણ યુપીના સીએમ તરીકે જનતાની સેવા કરી રહ્યા છે. તેમનો લગ્નેશ સૂર્ય વૈશ્ય રાશિમાં છે જેમાં કૃષિ વાણિજ્ય, પશુપાલન છે તેથી તેમણે ખેડૂતોને મદદ કરી.

} મુકેશ અંબાણીની કુંડળી જોઇએ તો, એમનોલગ્નેશ મંગળ વૈશ્ય રાશિ વૃષભમાં છે માટે અજીવન વ્યવસાયિક કહેવાય. એમનો ચંદ્ર ક્ષત્રિય ઘન રાશિમાં છે જેથી અસંખ્ય લોકોનું પાલન કરે. એમનો પ્રથમ ભાવનો સ્વામિ સૂર્ય ઇચ્ચનો છટ્ઠા સ્થાનમાં છે જે તમામ હરીફોને પરાસ્ત કરી ટોપ પર રાખે છે.

} નરેન્દ્ર મોદીની વાત કરીએ તો, એમનુંતુલા લગ્ન શુદ્ર રાશિનું છે. તો શુદ્ર રાશિના લક્ષણ મુજબ તમામની સેવા એમનો મુખ્ય મંત્ર છે પોતે પણ જાતને પ્રધાન સેવક કહે છે. નરેન્દ્ર મોદીનો ચંદ્ર પ્રથમ ભાવ અને દશમેશ બ્રાહ્મણ રાશિ સાથે સંબંધ ધરાવે છે, તેથી ભણવું, ભણાવવું અને ઉપદેશ આપવું તેથી તેઓ મન કી બાદ કરે છે.

સિટી રિપોર્ટર | વડોદરા

શુક્રવારેસંસ્કૃત મહાવિદ્યાલયમાં ધર્મ શાસ્ત્રની દ્રષ્ટિએ જ્યોતિષ ફળ કથન વિચાર પર ટોકનું આયોજન કરાયું હતું. જેમાં હાલ એમ.એસ.યુનિ.ના એડલ્ટ એજ્યુકેશનના પ્રોફેસર કનુભાઇ પુરોહિતે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, ધર્મ શાસ્ત્રમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એવા ચાર વર્ણોની વાત કરી છે. જ્યોતિષમાં પણ આવી ચાર રાશિઓ છે. ધર્મ શાસ્ત્રમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના મુખ્ય ધર્મમાં ભણવું અ્ને ભણાવવું તથા દાન આપવું છે. બ્રાહ્મણો માટે વિશેષ દાન લેવું, યજ્ઞ કરાવવો અને અધ્યાપન કરાવવું એટલે ભણાવવું છે. ક્ષત્રિયનો ધર્મ રક્ષણ અને પાલન છે. વૈશ્યો માટે વ્યાજ વટાવ, વેપાર અને પશુપાલન તથા શુદ્રોના તમામ વર્ણોની સેવા તથા વિવિધ ગ્રૃહ ઉદ્યોગો જેવા કે શિલ્ય કામ, કડિયા કામ વગેરે આજીવિકાના નિર્દેશ કરેલ છે.

City Talk

અન્ય સમાચારો પણ છે...