• Gujarati News
  • National
  • પરામર્શમાં બ્રોડવે બીટ્સ અને કવરેજ સેગમેન્ટ ઉમેરવામાં આવશે

પરામર્શમાં બ્રોડવે બીટ્સ અને કવરેજ સેગમેન્ટ ઉમેરવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી બન્ને ઇવેન્ટમાં માત્ર વેબસાઇટ દ્વારા ફોર્મ ભરી શકાશે, જેમાં ફોર્મ ફરનારે વિડિયો પણ મોકલવાનો રહેશે જે ડાયરેક્ટ જજીસ પાસે પહોંચશે. તેના આધારે સિલેક્શન કરાશે. તેમાંથી સિલેક્ટ થયેલાને પર્ફોમ કરવા બોલાવાશે. પર્ફોમન્સના આધારે વિનર્સ નક્કિ કરાશે. કવરેજ પૂર્ણપણે જર્નાલિઝમ બેઝ ઇવેન્ટ છે. કોન્ફરસ્ન રૂમમાં ઇન્ટવ્યૂ કેવી રીતે થાય તેની પર ભાર અપાશે. જેના આધારે વ્યક્તિનો ઇન્ટરેક્શનનો ડર દૂર થશે. નયનપરમાર, મિડિયાવોલન્ટર, પરામર્શ ઇવેન્ટ

સિટી રીપોર્ટર | વડોદરા

વડોદરાનીએમ એસ યુનિવર્સિટીમાં છેલ્લા 16 વર્ષથી યોજાતી નોન ટેક્નિકલ ઇવેન્ટ પરામર્શ વર્ષે મીડ સપ્ટેમ્બર માસમાં યોજાશે. વર્ષે પરામર્શમાં બ્રોડવે બીટ્સ અને કવરેજ નામથી બે નવા સેગમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે.

પરામર્શમાં 7 કેટેગરીમાં 15 જેટલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ ગેસ્ટ લેક્ચર્સ, વર્કશોપ અને કોન્ટેસ્ટ પણ યોજાય છે. વખતે પરામર્શમાં એક્સડર્ઝન આર્ટ થીમ પર આધારિત રહેશે. સૌથી પહેલા વાત બ્રોડવે બીટ્સ થીમની કરીએ તો, થીમ જેની અંદર પ્રોફેનલ્સ ડાન્સર માટેની ગાન્સ કોમ્પિટીશનનું આયોજન કરાવામાં આવી રહ્યું છે. કોમ્પિટિશન દ્વારા વિદ્યાર્થીઓની ડાન્સિંગ સ્કિલ ચકાસવામાં આવશે. જેમાં જજ તરીકે ડાન્સિંગ શોમાં સિલેક્ટ થયેલા જય પટેલ અને રાધવ ખન્નાને બોલાવવામાં આવશે. કોમ્પિટિશનમાં ભાગ લેવા માત્ર ઓન લાઇન ફોર્મ સ્વિકારમાં આવશે. પરામર્શમાં નવી ઇવેન્ટ કવરેજ જર્નાલિઝમ સાથે સંકળાયેલી છે. મિડિયા પર્સનના ટાસ્ક પ્રતિયોગિતાઓને કરવાના રહેશે. ઉદાહરણ તરીકે, રીસર્ચ, વૉર-ઝોન, કરફ્યુ વગેરે. જેવી બાબતો વિવિધ સિચ્યુએશનમાં પત્રકારો કેવી રીતે હેન્ડલ કરે છે તે દર્શાવાશે. ઉપરાંત લાઇવ શેશનમાં કોન્ફરન્સ રૂમમાં થઇ રહેલી ગતિવિધિઓ શીખવાડાશે. ઇવેન્ટને લગતી માહિતી અને અન્ય નવી ઇવેન્ટ્સની માહિતી પરામર્શની વેબસાઇટ www.msu-paramarsh.org પરથી મેળવવાની રહેશે.

City Event

અન્ય સમાચારો પણ છે...