• Gujarati News
  • National
  • ભ્રષ્ટ્રચારના આક્ષેપ થવા છતાં યુિન. રજિસ્ટ્રારને પ્રોફેસરશિપ

ભ્રષ્ટ્રચારના આક્ષેપ થવા છતાં યુિન. રજિસ્ટ્રારને પ્રોફેસરશિપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

આજેયોજાયેલી સિન્ડિકેટ મિટિંગમાં ડિસન્ટ ડિલીટ કરવાના મુદ્દે તેજલ અમીને વોકઆઉટ કર્યું હતું. બહુમતીના જોરે એક જૂથ દ્વારા પસ્તાળ પાળીને મુદ્દાઓ દબાવવામાં આવ્યા હતા અને મિટિંગમાં મીડિયાને ભાંડવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રજિસ્ટ્રાર નિરજા જયસ્વાલને વફાદારીનું પ્રમોશન આપતાં પ્રોફેસરશિપ આપવામાં આવી હતી. જો કે, યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મ.સ.યુનિવર્સિટીમાં આજે શુક્રવારે મળેલી સિન્ડિકેટ મિટિંગમાં સળગતા વિવાદાસ્પદ વિવિધ પ્રશ્નો ચર્ચવાના બદલે સિન્ડિકેટના પોતાના એજન્ડાઓ પાર પાડવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી ચાલેલી સિન્ડિકેટ બેઠકમાં મોટા ભાગનો સમય મીડિયાને ભાંડવામાં વેડફાયો હતો. ડિસન્ટ ડીલિટ કરવાનો મુદ્દો આજે પણ સિન્ડિકેટમાં ગાજ્યો હતો. જો કે સિન્ડીકેટના એક જૂથ દ્વારા બહુમતીના જોરે મુદ્દો દબાવી દેવાનો પ્રયાસ થતાં તેજલબેન અમીને વોકઆઉટ કર્યું હતું.

સિન્ડિકેટ મિટિંગમાં કેટલાક સિન્ડિકેટ સભ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. યુનિવર્સિટી વર્તુળમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, યુનિ.ના વિવિધ પ્રશ્ને અવાજ ઉઠાવનાર ડો.અશોક મહેતા તથા પ્રો.સેનગુપ્તાને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું હતું કે, સિન્ડિકેટની વાતો સિન્ડિકેટમાં રાખવી જોઇએ. સિન્ડિકેટ સભ્યોને મીડિયા સમક્ષ વાતો લઇ જવા જણાવાયું હતું.

ડિસન્ટ ડિલીટ કરવાના મુદ્દે તેજલ અમીને વોકઆઉટ કર્યો

સિન્ડિકેટમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના મુદ્દા ચર્ચાયા

અન્ય સમાચારો પણ છે...