• Gujarati News
  • National
  • શ્રી હરિની મૂર્તિને સોનાની િપકચારી અને કેસુડાના હાર ધરાવાયા

શ્રી હરિની મૂર્તિને સોનાની િપકચારી અને કેસુડાના હાર ધરાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડતાલ મંદિરમાં િદ્વશતાબ્દી રંગોત્સવ મહોત્સવમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો

આજથી200 વર્ષ પૂર્વે વડતાલ જ્ઞાનબાગમાં શ્રી હરિ જેમ નંદ-સંતો તથા હરિભક્તો સાથે રંગોત્સવ રમ્યા હતા. તેમ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણી સાથે પ્રત્યક્ષ રંગે રમવા પધારશે. એવો દૃઢ વિશ્વાસ રવિવારે સવારે રંગોત્સવમાં િદ્વશતાબ્દી પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સંતો-હરિભક્તો સમક્ષ ઉચ્ચાર્યા હતા.

શ્રી સ્વામિનારાયણ દક્ષિણ દેશના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે ફાગણ સુદ પૂનમના રોજ વડતાલ સંસ્થા દ્વારા િદવ્ય રંગોત્સવ િદ્વશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. સવારે મંગળા-શણગાર અને રાજભોગ આરતી બાદ મંદિરના પરિસરમાં તૈયાર કરેલ સ્ટેજને માટલા-કેસુડાના ફુલ અને કલરફૂલ રંગોળીઓથી શણગારવામાં આવ્યુ હતું. સ્ટેજ પર ભગવાન શ્રી હરિની મૂર્તિને શ્વેત વસ્ત્રો ધરાવવામાં આવ્યા હતા. તેઓને સોનાની પીચકારી અને કેસુડાના હાર ધરાવાયા હતા. રંગોત્સવ પૂર્વે કુંડળધામના ઈશ્વર સ્વામીએ ઉપસ્થિત 25 હજારથી વધુ હરિભક્તોને રંગોત્સવની કથાનું શ્રવણ કરાવ્યુ હતું. ટ્રસ્ટી મંડળના સભ્ય સંજયભાઈ (ભરૂચ), ગણેશભાઈ (મુંબઈ), ઘનશ્યામભાઈ પટેલ (ખાંધલીવાળા), રજનીભાઈ ડલાસ, મહેન્દ્રભાઈ (વડતાલ)એ કેસુડાના હારથી પહેરાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ પ્રસાદીના જ્ઞાનકૂપ ઉપર સજાવેલ રંગમંચ મધ્યે િબરાજતાં આચાર્ય મહારાજ તથા પૂ.લાલજી સૌરભપ્રસાદદાસજીની મુખ્ય કોઠારી શા.ઘનશ્યામસ્વામી, ચેરમેન દેવપ્રકાશસ્વામી, આસી.સંતસ્વામી, આ.કોઠારી સંતસ્વામી વગેરેઅે આરતી ઉતારી હતી. ત્યારબાદ આચાર્ય મહારાજ તથા લાલજી મહારાજે પ્રસાદીના રંગછાંટણા કરીને હરિભક્તોને રંગતરબર કર્યા હતા.

પ્રસંગે વડતાલ, સંજાયા, બામરોલી, ડભાણ, નરસંડા, વીરસદ, ખંભાત, જોળ, આણંદ, વિદ્યાનગર, સુરત, મુંબઈ, વડોદરા, અમદાવાદ વગેરે ગામો-શહેરોમાંથી મોટી સંખ્યામાં પૂનમ ભરવા આવેલ હરિભક્તોએ લાભ લીધો હતો.

200 વર્ષ પૂર્વે શ્રી હરિએ નંદસંતો સાથે જ્ઞાનબાગમાં રંગોત્સવ રમ્યા તેની ઝાંખી ભક્તોએ કરી

અન્ય સમાચારો પણ છે...