તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાપુ... મોદીએ ભારે કરી, દશેરા પહેલાં દિવાળી કરી

બાપુ... મોદીએ ભારે કરી, દશેરા પહેલાં દિવાળી કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊરીમાંથયેલા આતંકી હુમલામાં 19 સૈનિકો શહીદ થયા બાદ ભારતીય સેના દ્વારા ગુરુવારે મધરાતે આતંકવાદીઓના અડ્ડા પર સર્જીકલ સ્ટ્રાઇક કાર્યવાહીની જાણકારી કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે બપોરે કરાયા બાદ સોશ્યિલ મિડિયા પર નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાના જાંબાજ જવાનોને અભિનંદન આપતા સંદેશાઓની વર્ષા થતી હતી.

વ્હોટશેપ પર યુવાનો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહીને બિરદાવતા મેસેજનો ઢગલો ખડકાઇ ગયો હતો. મોદીએ પાકિસ્તાનને 56 ની છાતી બતાવી દીધી તેવા મેસેજીસે આકર્ષણ ઊભું કર્યું હતું. સોશ્યિલ મિડિયા પર મૂકાયેલા કેટલાક મેસેજ વાંચકો માટે રજૂ છે.

*બાપુ મોદીએ ભારે કરી, દશેરા પહેલાં દિવાળી કરી....

*રામ-રાવણ, કૃષ્ણ-કંસ, નરેન્દ્ર મોદી-નવાજ શરીફ કૈસા સંયોગ...

* કોણ કહે છે કે, શ્રાદ્ધમાં શુભ કાર્યો કરાય સલામ ભારતીય સેના...

* અંતે 56 ની છાતી બતાવતા મોદી : ભારત ત્રાટક્યું : અનેક આતંકીઓનો ખાત્મો

* ડીયર પાકિસ્તાની ટેરરિસ્ટ, યુ ડોન્ટ નીડ ટુ ક્રોસ એલ.ઓ.સી. ફોર ગેટીંગ કિલ્ડ, આર્મી હેઝ સ્ટાર્ટેડ હોમ ડિલિવરી, સ્પેશિયલ ફેસ્ટીવલ સિઝન ઓફર.

* યહ ધોખા હૈ, વોટર ટ્રીટી કી બાત મેં ઉલ્ઝાકર સર્જીકલ સ્ટ્રાઇક કર દીયા...

* હમ હિન્દુસ્તાની યુદ્ધ સે નહીં ડરતે. હમ સિર્ફ ઇસ બાત કો લેકર ટેન્શન મેં હૈ કી યુદ્ધ કે બાદ હમારે દેશ કે બચ્ચો કો હિસ્ટ્રી મેં એક એકસ્ટ્રા ચેપ્ટર પઢના પડેગા ... એક થા પાકિસ્તાન..

વ્હોટશેપ પર વહેતા કરેલા મેસેજીસે આકર્ષણ ઊભું કર્યું

સોશિયલ મીડિયા પર મોદી અને સૈનિકો પર અભિનંદનની વર્ષા

અન્ય સમાચારો પણ છે...