તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે 8 વાગ્યાથી પૂ.જીજીનો નશ્વર દેહ દર્શનાર્થે મૂકાશે

આજે 8 વાગ્યાથી પૂ.જીજીનો નશ્વર દેહ દર્શનાર્થે મૂકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂ. જીજી દુષ્કાળ હોય ત્યાં અન્નક્ષેત્ર ચલાવતા હતા

િનત્યલીલામાં પધાર્યા

માંજલપુરના વ્રજધામ મંદીર ખાતે શ્રધ્ધાળુ� અંતિમ વિદાય આપશે: અંતિમ વિિધના સ્થળ અંગે આજે નિર્ણય લેવાશે

માંજલપુરખાતે આવેલા વ્રજધામ મંદીરના સંસ્થાપક વૈષ્ણવાચાર્યા પૂ. ઇન્દીરાબેટીજીનું 74 વર્ષની વયે નિધન થયું હતું. જેની જાણ થતાં શ્રધ્ધાળુઓ શોકાતુર બન્યા હતા. શુક્રવારે સવારે 8 વાગે વ્રજધામ મંદીર ખાતે પૂ.જીજીનો નશ્વર દેદ દર્શનાર્થે મૂકવામાં આવશે.

પૂ. જીજીને બે મહિના અગાઉ હ્દય રોગનો હુમલો આવ્યા બાદ તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વેન્ટીલેટર પર રખાયેલા પૂ.જીજીના સ્વાસ્થય માટે શ્રધ્ધાળુઓ દ્વારા પ્રાર્થના શરૂ કરવામાં આવી હતી. તેમની સાથે પૂ. વૈષ્ણવાયાર્ચ વ્રજરાજજી કુમાર સહિતના સ્વજનો રહેતા હતા. બે મહિનાના સમયગાળામાં કથાકાર પૂ. મોરારી બાપૂ, પૂ.ભાઇ સહિતના સંતોએ હોસ્પિટલની મુલાકાત લઇ તેમના ખબર અંતર જાણ્યા હતા. બે મહિનાની લાંબી સારવાર બાદ ગુરુવારે મોડી રાતે પૂ. ઇન્દીરાબેટીજીનું ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. સમયે પૂ. વ્રજરાજજી મહારાજ, પૂ. ચંદ્રગોપાલજી મહારાજ અને પૂ. ધ્રૂમિલ કુમારજી હાજર હતા. વૈષ્ણવ શ્રધ્ધાળુઓ દર્શન કરી શકે તે માટે માંજલપુરના વ્રજધામ મંદીર ખાતે શુક્રવારે સવારે 8 વાગ્યાથી પૂ.જીજીનો નશ્વર દેહ દર્શનાર્થે મૂકાશે.

નરહરી હોસ્પિ.નું સફળ સંચાલન કર્યું હતું

ધાર્મિકઉપરાંત આરોગ્ય ક્ષેત્રે પણ પૂ. જીજીનું મહત્વનુ઼ં યોગદાન રહ્યું હતું. તેમણે 250 બેડની નરહરી હોસ્પિટલ શરૂ કરી તેનું સફળ સંચાલન પણ કર્યું હતું. હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓનો શહેરીજનોએ મહદઅંશે લાભ લીધો હતો.

પૂ. ઈન્દીરાબેટીજીનું સાહિત્ય ક્ષેત્રે અનોખુ પ્રદાન

પૂ.જીજીનું સાહિત્ય ક્ષેત્રે અનોખુ પ્રદાન રહ્યું હતું.શ્રાવણીના ઉપનામથી તેઓ કવિયત્રી તરીકે જાણીતા હતા. જાણીતા ગઝલ ગાયક જગજીતસિંઘે પણ તેમની રચનાને સ્વર આપ્યો હતો. તેમની રચનાઓમાં તમે મળો કે મળો તમારુ સ્મરણ મળતુ રહે, તમારા સ્મરણમાં આયખુ આખુ ભલે ગળતુ રહે... પ્રચલિત છે.

કચ્છમાં ભૂકંપ સમયે આખુ ગામ દત્તક લીધું હતુ

કુદરતીઆપત્તી સમયે પૂ. જીજી અસરગ્રસ્તોની વહારે દોડી જતા હતાં. કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે તેમણે એક આખુ ગામ દત્તક લીધું હતું. ગામમાં તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. રીતે ઓરિસ્સામાં પણ વાવાઝોડુ ફૂંકાયું ત્યારે ઘરવિહોણા નિસહાય લોકોની વ્હારે દોડી ગયા હતાં.

વૈષ્ણવાચાર્યા પૂ. ઇન્દિરાબેટીજીનું 2 મહિનાની લાંબી માંદગી બાદ ગુરુવારે મોડીરાત્રે નિધન થયું હતું. વૈષ્ણવ સંપ્રદાયના લોકો જૂના પાદરા રોડ સ્થિત હોસ્પિટલ પર એકત્રિત થયા હતાં. પૂ.જીજીના અવસાનથી સંપ્રદાયના શ્રદ્ધાળુઓ ચોંધાર આંસુએ રડી પાડ્યા હતાં.

પૂ. ઇિન્દરાબેટીજી

}પૂ. વ્રજરાજજી સહિતના વૈષ્ણવ અગ્રણીઓ મોડી રાતે ઓપીરોડ સ્થિત હોસ્પિટલ ખાતે પહોંચ્યા

}હોસ્પિટલના ત્રીજા માળે પૂ.જીજીના રૂમ બહાર વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ચોધાર આંસુએ રડી પડ્યાં

અન્ય સમાચારો પણ છે...