તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વૈષ્ણવાચાર્યા પૂ. ઇિન્દરાબેટીજી મોડી રાત્રે િનત્યલીલામાં પધાર્યા

વૈષ્ણવાચાર્યા પૂ. ઇિન્દરાબેટીજી મોડી રાત્રે િનત્યલીલામાં પધાર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૃદયરોગના હુમલા બાદ 2 મહિનાથી સારવાર હેઠળ હતા

વૈષ્ણવ સમાજમાં ઘેરા શોકની લાગણી : ગુરૂવારે સાંજે સ્વાસ્થ્ય કથળ્યું હતંુ

લાંબાસમયથી િબમાર વૈષ્ણવાચાર્યા

પૂ.ઇન્દિરા બેટીજી (પૂ.જીજી)નું બે મહીનાની સારવાર બાદ વડોદરાની ખાનગી હોિસ્પટલમાં ગુરૂવારે મોડી રાત્રે નિધન થયું હતું. જેને પગલે સમગ્ર વૈષ્ણવ સમાજમાં ભારે શોક વ્યાપી ગયો હતો.

માંજલપુર વ્રજધામ મંદિરના સંસ્થાપક 78 વર્ષીય વૈષ્ણવાચાર્યા પૂ.ઇન્દિરા બેટીજી (પૂ.જીજી)ને 27 જુલાઇના રોજ હ્રદયરોગનો હુમલો થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી હતી.

ગુરૂવારે સાંજે તેમનું સ્વાસ્થ્ય વધુ કથળતા તેમની તબિયત 24 કલાક માટે ચિંતાજનક હોવાનુ તબીબીઓએ જણાવ્યું હતું. જો કે મોડી રાત્રે 12.44 વાગે પૂ. જીજી િનત્યલીલામાં પધાર્યા હતા. જેની જાણ થતાં ખાનગી હોિસ્પટલ ખાતે પૂ. વ્રજરાજજી સહિતના વૈષ્ણવાચાર્યો અને વૈષ્ણવ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...